રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે દિલ્હી કેપિટલ્સ સામે 90 રનની શાનદાર ઈનિંગ રમી હતી, આ પહેલા આ સીઝનમાં તે રન બનાવવા માટે સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો હતા. જોકે, તે પોતાની સદી ચૂકી ગયો અને તેમની ટીમ પણ મેચ હારી ગઈ. લક્ષ્યનો પીછો કરતા દિલ્હીના ઓપનર્સ કેએલ રાહુલ (75) અને પથુમ નિસાંકા (62) એ શાનદાર શરૂઆત કરી અને પ્રથમ વિકેટ માટે 110 રનની ભાગીદારી કરી
રાજસ્થાન રોયલ્સે સારો સ્કોર બનાવ્યો હતો
રિયાન પરાગના જણાવ્યા અનુસાર રાજસ્થાન રોયલ્સે સારો સ્કોર બનાવ્યો હતો, તેમણે સ્વીકાર્યું કે વચ્ચેની ઓવરોમાં બોલિંગ સારી ન થઈ. રાજસ્થાને ફોર્મમાં ચાલી રહેલા ડોનોવન ફેરીરા પહેલા રવિન્દ્ર જાડેજાને બેટિંગ માટે મોકલ્યો, જે ખોટો નિર્ણય સાબિત થયો. જાડેજા સેટ થયા પછી આઉટ થઈ ગયો. ફેરીરાને માત્ર 14 બોલ રમવા મળ્યા, જેમાં તેમણે 335 ના સ્ટ્રાઈક રેટથી અણનમ 47 રન બનાવ્યા. જો તેમને વહેલા મોકલવામાં આવ્યા હોત તો કદાચ તેઓ વધુ રન બનાવી શક્યા હોત.
અમારી બોલિંગ નબળી હતી
પરાગે કહ્યું, 200 થી વધુ રન હતા, મને લાગ્યું કે આ એક સારો સ્કોર હતો. વચ્ચેની ઓવરોમાં અમે વધુ સારી બોલિંગ કરી શક્યા હોત.ફિનિશર્સને રોકી રાખવા બાબતે તેમણે કહ્યું, આ લેફ્ટી-રાઈટીનો મામલો પણ હતો. સાચું કહું તો, મને બરાબર ખબર નથી. આઠ-નવ ઓવર બાકી હતી, અમે તેને થોડી વધુ લંબાવવા માંગતા હતા. સ્પિનર્સની ઓવરોમાં આઠ-નવ રન બની રહ્યા હતા. આ બાબતે વધુ વિચારવાની જરૂર નહોતી.
પોતાની ઈજા પર શું બોલ્યો કેપ્ટન?
પોતાની ઈજાને લઈને રિયાન પરાગે કહ્યું, "આશા છે કે આ વધુ ગંભીર નથી, હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ છે. એક અઠવાડિયાના આરામથી તે ઠીક થઈ જશે." પોતાની ઈનિંગ વિશે તેમણે કહ્યું, "મારે ટીકાકારોને કોઈ જવાબ આપવાની જરૂર નથી. અમે મેચ હારી ગયા." અંતમાં તેઓ થોડા ભાવુક થઈ ગયો હતો અને તેમની આંખો નમ હતી. રાજસ્થાન રોયલ્સની આ સીઝનની આ ચોથી હાર છે. 10 માંથી 6 મેચ જીતીને રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને યથાવત છે. દિલ્હી કેપિટલ્સ જીતીને ટેબલમાં સાતમાથી છઠ્ઠા સ્થાને આવી ગઈ છે.
આ પણ વાંચો - IPL 2026 : મેચના દિવસે ક્યાં ગાયબ થયો એમએસ ધોની? કોચે કર્યો મોટો ખુલાસો