સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ તેમના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે મેચ રમી રહી છે, જેમાં આ ટુર્નામેન્ટમાં પોતાની ડેબ્યૂ મેચ રમી રહેલા 24 વર્ષના ફાસ્ટ બોલર પ્રફુલ હિંગેએ પહેલી જ ઓવરમાં 3 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે.
IPL 2026 સીઝન માટે ખેલાડીઓના ઓક્શનમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે પ્રફુલ હિંગેને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, ત્યારબાદ તેને પોતાની ડેબ્યૂ મેચમાં પહેલી જ ઓવરમાં વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ અને લુઆન ડ્રે પ્રિટોરિયસને ડક પર મોકલીને IPLમાં એક નવો ઈતિહાસ રચ્યો છે.
કોણ છે પ્રફુલ હિંગે?
24 વર્ષના રાઈટ હેન્ડ ઝડપી બોલર પ્રફુલ હિંગે ઘરેલુ ક્રિકેટમાં વિદર્ભ માટે રમે છે અને તે નાગપુરનો રહેવાસી છે. IPL 2026ના ઓક્શન પહેલા તેને સનરાઇઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ટ્રાયલ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, ત્યારબાદ હૈદરાબાદે તેની પ્રતિભાને ઓળખીને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
https://twitter.com/IPL/status/2043733619827753000
પ્રફુલ હિંગેના ઘરેલુ કરિયરની વાત કરીએ તો તેને 10 ફર્સ્ટ-ક્લાસ મેચ, 6 લિસ્ટ A મેચ અને 2 T20 મેચ રમી છે. તેને ગયા વર્ષે આંધ્રપ્રદેશ સામે T20 ડેબ્યૂ કર્યું હતું, અને હવે તે આ ફોર્મેટમાં IPLમાં તેની બીજી મેચ રમી રહ્યો છે. જ્યારે તેને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 27 વિકેટ લીધી છે, ત્યારે તેની પાસે લિસ્ટ A ક્રિકેટમાં પણ 5 વિકેટ છે.
બેટ્સમેન બનવા માગતો હતો, પરંતુ બોલર બન્યો
પ્રફુલ હિંગેનું સ્વપ્ન બેટ્સમેન બનવાનું હતું, પરંતુ તેના પિતાએ તેની ઊંચાઈને ધ્યાનમાં રાખીને તેને બોલર બનવાની સલાહ આપી. ત્યારથી તેને પાછળ વળીને જોયું નથી. 2022થી પ્રફુલ હિંગે ચેન્નાઈમાં MRF પેસ ફાઉન્ડેશનમાં તાલીમ લઈ રહ્યો છે અને 2024 માં તે 15 દિવસના કેમ્પ માટે બ્રિસ્બેન પણ ગયો હતો.
ઈશાન કિશને જાહેરાત કરી હતી કે પ્રફુલ હિંગેને પંજાબ કિંગ્સ સામેની મેચમાં સામેલ કરવામાં આવશે, પરંતુ બાદમાં ઈશાને જયદેવ ઉનડકટને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે સામેલ કર્યો. પરંતુ આ મેચમાં પ્રફુલ હિંગે પોતાની પ્રતિભા દર્શાવવામાં સફળ રહ્યો.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો