મુંબઈ ઈન્ડિયન્સ માટે આ સીઝન બિલકુલ સારી રહી નથી, ટીમે અત્યાર સુધીમાં 5 વખત ઈન્ડિયન પ્રીમિયર લીગ ટ્રોફી જીતી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ સતત ત્રીજી સીઝન રમી રહેલી મુંબઈ ઈન્ડિયન્સે જીત સાથે શરૂઆત કરી હતી પરંતુ પછીની 3 મેચમાં સતત હારનો સામનો કરવો પડ્યો હતો.

આવી સ્થિતિમાં સીઝનની આગામી મેચો તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે, જેમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે એક સારા સમાચાર આવ્યા છે, જેમાં તેમનો શક્તિશાળી ઓલરાઉન્ડર ખેલાડી ઈંગ્લેન્ડનો વિલ જેક્સ ટૂંક સમયમાં ટીમમાં જોડાશે.

વિલ જેક્સ આ અઠવાડિયાના અંતમાં ભારત આવશે

વિલ જેક્સની વાત કરીએ તો તે પોતાના ઈન્ટરનેશનલ શેડ્યૂલને કારણે IPL 2026ની શરૂઆતની મેચો માટે મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં જોડાઈ શક્યો ન હતો. જેક્સ આ અઠવાડિયાના અંતમાં ભારત આવશે અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં જોડાશે. એશિઝ પ્રવાસ પછી વિલ જેક્સે પોતાના વર્કલોડને મેનેજ કરવા માટે ક્રિકેટમાંથી વિરામ લેવાનું નક્કી કર્યું.

તેને 2025-26 એશિઝ સિરીઝમાં 5 માંથી 4 મેચ રમી હતી. ત્યારબાદ તે શ્રીલંકા પ્રવાસ માટે ઈંગ્લેન્ડની ટીમમાં રમ્યો અને 2026ના T20 વર્લ્ડકપમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો. T20 વર્લ્ડકપમાં જેક્સના શાનદાર બેટિંગ પ્રદર્શનને કારણે તેને 226 રન બનાવ્યા અને 9 વિકેટ લીધી.

બેટિંગ કોચે આપ્યું જેક્સ વિશે અપડેટ

મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ કોચ કાયરન પોલાર્ડે વિલ જેક્સના ટીમમાં ફરીથી જોડાવાની પુષ્ટિ કરતા કહ્યું કે "અમને આશા છે કે તે ખૂબ જ ટૂંક સમયમાં અહીં આવશે. ફિટનેસ સમસ્યાઓના તમારા સંદર્ભ અંગે મને તે વિશે કંઈ ખબર નથી. અમારી ટીમમાં 20થી વધુ ખેલાડીઓ છે જે હાલમાં અહીં નથી, પરંતુ જેક્સ ટૂંક સમયમાં અહીં આવશે."

મુંબઈ ઈન્ડિયન્સ આગામી 16 એપ્રિલે પંજાબ કિંગ્સ સામે પોતાનો હોમ મેચ રમશે, જે તેમના ફોર્મને ધ્યાનમાં રાખીને મુંબઈ માટે સરળ કાર્ય નહીં હોય. પંજાબ કિંગ્સે આ સિઝનમાં અત્યાર સુધીમાં 4 મેચ રમી છે, જેમાંથી 3માં જીત મેળવી છે, જ્યારે એક વરસાદને કારણે રદ્દ થઈ ગઈ છે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો