IPL 2026 સીઝન શરૂ થવા જઈ રહી છે, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પોતાનું ટાઈટલ બચાવવાનું ટાર્ગેટ ધરાવે છે. પરંતુ સીઝન શરૂ થાય તે પહેલાં, એક સવાલ છે? શું RCB ફાસ્ટ બોલર યશ દયાલ આ સીઝનમાં રમશે?


આ સવાલ એટલા માટે ઉઠાવવામાં આવી રહ્યો છે કારણ કે દયાલ પર એક છોકરી પર જાતીય શોષણનો આરોપ મૂકવામાં આવ્યો છે અને તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ ફ્રેન્ચાઈઝીએ આ બાબતે કોઈ કોમેન્ટ કરી નથી, પરંતુ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ વિવાદ વચ્ચે લેફ્ટ ફાસ્ટ બોલર યશ દયાલે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે.

નોઈડામાં યશ દયાલે ચૂપચાપ કર્યા લગ્ન

મીડિયા રિપોર્ટ મુજબ યશ દયાલના લગ્નના ફોટા પણ સામે આવ્યો છે અને દાવો કરવામાં આવ્યો છે કે લગ્ન 4 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશના નોઈડામાં થયા હતા. લગ્ન એટલા પ્રાઈવેટ રાખવામાં આવ્યા હતા કે ફક્ત બંને પરિવારના સભ્યો જ હાજર હતા, અને યશ દયાલના મિત્રો કે કોઈપણ ક્રિકેટરને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.

યશ દયાલના લગ્ન શ્વેતા પુંડિર સાથે થયા છે, જે ક્રિકેટ સંબંધિત વીડિયો બનાવતી કન્ટેન્ટ ક્રિએટર છે. તાજેતરમાં શ્વેતા પુંડિરએ યશ દયાલ સાથે એક રીલ શેર કરી હતી, જેના પછી તેમના સંબંધોનો ખુલાસો થયો હતો.


RCB માટે રમશે કે નહીં યશ દયાલ?

હાલમાં બધાની નજર યશ દયાલ આ સિઝનમાં RCB માટે રમશે કે નહીં તેના પર છે. ગયા વર્ષે RCBએ જાતીય શોષણના આરોપો છતાં તેને રિટેન કર્યો હતો, જેના કારણે ફ્રેન્ચાઈઝી માટે ટીકા થઈ હતી. પરંતુ RCBએ ન તો કોઈ નિવેદન બહાર પાડ્યું છે કે ન તો તેને રિલીઝ કર્યો છે, નવી સિઝન શરૂ થવામાં થોડા દિવસો બાકી છે અને તે હજુ સુધી તૈયારીઓ માટે ફ્રેન્ચાઈઝીમાં જોડાયો નથી.

યશ દયાલ પર શોષણ અને બળાત્કારનો આરોપ

ગયા વર્ષે RCBની જીતમાં લેફ્ટ ફાસ્ટ બોલર યશ દયાલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. પરંતુ RCBની ટાઈટલ જીતના થોડા દિવસો પછી, એક મહિલાએ સોશિયલ મીડિયા પર યશ દયાલ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો.

યશ દયાલ સાથેના જૂના ફોટા અને ચેટ શેર કરીને તેણે આરોપ લગાવ્યો કે તેને લગ્નના ખોટા વચન હેઠળ તેનું શોષણ કર્યું હતું. આ પછી ઉત્તર પ્રદેશના ક્રિકેટર સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ અલ્હાબાદ હાઇકોર્ટે ત્યારબાદ યશ દયાલની ધરપકડ પર રોક લગાવી દીધી હતી.

પરંતુ આ એકમાત્ર કેસ ન હતો, તેના થોડા સમય પછી, જયપુરમાં યશ દયાલ વિરુદ્ધ એક સગીર યુવતી પર બળાત્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે યશ દયાલે તેણે તેની ક્રિકેટ કરિયર આગળ વધારવામાં મદદ કરવાના બહાને તેનું શોષણ કર્યું હતું અને બળજબરીથી જાતીય હુમલો કર્યો હતો. ત્યારબાદ યશ દયાલ વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. યશ દયાલે આ કેસમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, જેને ડિસેમ્બર 2025માં કોર્ટે ફગાવી દીધી હતી. પરંતુ જાન્યુઆરી 2026માં કોર્ટે કેટલીક શરતો સાથે તેની ધરપકડ પર રોક લગાવી હતી.

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!


  • Follow us on: