યશસ્વી જયસ્વાલ IPL 2026માં રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર બેટિંગ કરતો જોવા મળે છે. હાલમાં યશસ્વી જયસ્વાલ આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં પાંચમા નંબરે છે.

યશસ્વી જયસ્વાલ ફક્ત તેની બેટિંગ માટે જ નહીં પરંતુ તેની લવ લાઈફ માટે પણ ચર્ચામાં રહે છે. એક વીડિયોમાં યશસ્વી જયસ્વાલ તેની કથિત ગર્લફ્રેન્ડ મેડી હેમિલ્ટન સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો.

યશસ્વી જયસ્વાલે ફેનને આપ્યો ઓટોગ્રાફ

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં યશસ્વી જયસ્વાલ તેની કથિત ગર્લફ્રેન્ડ સાથે એરપોર્ટ પર જોવા મળ્યો છે. આ વીડિયોએ ઝડપથી ફેન્સનું ધ્યાન ખેંચ્યું. આ વીડિયોમાં યશસ્વી જયસ્વાલ એક ફેન માટે ટી-શર્ટ ઓટોગ્રાફ આપવા માટે રોકાતો જોઈ શકાય છે. આ વીડિયો હાલની IPL સીઝન 19નો છે કે જૂનો છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. વધુમાં આ વીડિયો કયા એરપોર્ટથી લેવામાં આવ્યો છે તેની પુષ્ટિ થઈ નથી.

https://twitter.com/Cricket_live247/status/2043968705403728003

IPL 2026માં રાજસ્થાનને સપોર્ટ કરવા પહોંચી મેડી હેમિલ્ટન

સોમવારે 13 એપ્રિલના રોજ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે સીઝનની 21મી મેચ રમાઈ હતી. મેડી હેમિલ્ટન આ મેચ માટે સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ જર્સી પહેરેલી જોવા મળી હતી, જે તેને ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરીમાં શેર કરી હતી.

મેડી હેમિલ્ટન કોણ છે?

મેડી હેમિલ્ટન યુકેની છે. તે એક વિદ્યાર્થી છે અને ઘણી વખત યશસ્વી જયસ્વાલ સાથે જોવા મળી છે. તે 2024 માં હૈદરાબાદમાં રમાયેલી ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચમાં પણ ટીમ ઈન્ડિયાની જર્સી પહેરેલી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે યશસ્વી જયસ્વાલ કે મેડી હેમિલ્ટન બંનેમાંથી કોઈએ હજુ સુધી આ સંબંધની પુષ્ટિ કરી નથી. પરંતુ તેઓ વારંવાર એકસાથે જોવા મળે છે અને તેમના વીડિયો વાયરલ થતાં રહે છે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો