IPL 2026 સીઝન પહેલા રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝી માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. થોડા દિવસો પહેલા ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.


હાલમાં રાજસ્થાન રોયલ્સના CEO જેક લશ મેકક્રમે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મીડિયા રિપોર્ટ મુજબ તેઓ હવે ટીમથી સંપૂર્ણપણે અલગ થઈ ગયા છે. આ સમાચારની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.

2021માં રાજસ્થાન રોયલ્સના CEO બન્યા જેક લશ મેક્રમ

મીડિયા રિપોર્ટ મુજબ ઈંગ્લેન્ડમાં જન્મેલા મેકક્રમે સીઈઓ તરીકેનો કાર્યભાર સંભાળતા પહેલા રોયલ્સ ઓપરેશન્સમાં અનેક હોદ્દા સંભાળ્યા હતા. તેમને કેટલાક સાથી ફ્રેન્ચાઈઝી અને ઉદ્યોગ મિત્રોને ફોન કરીને રાજસ્થાનથી અલગ થવાની જાણ કરી હતી. તમને જણાવી દઈએ કે જેક લશ મેકક્રમને 1 જુલાઈ 2021 ના ​​રોજ સીઈઓ બનાવવામાં આવ્યા હતા. અગાઉ તેઓ સીઓઓ તરીકે ટીમ સાથે સંકળાયેલા હતા.

જેક લશ મેકક્રમ 2018 થી રાજસ્થાન રોયલ્સ સાથે સંકળાયેલા હતા

જેક લશ મેકક્રમ 2018 થી રાજસ્થાન રોયલ્સ સાથે છે, તેમને ફ્રેન્ચાઈઝીને આગળ વધારવામાં અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તેની ભાગીદારીની દેખરેખ રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમને વ્યવસાયના ડિજિટલ પરિવર્તનમાં ખાસ સફળતા મળી છે. તેમના કાર્યકાળ દરમિયાન જેકે તેમના અને બોર્ડ દ્વારા રજૂ કરાયેલા વ્યાપક વિઝનને અમલમાં મૂકવા માટે વિશ્વ-સ્તરીય મેનેજમેન્ટ ટીમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

થોડા દિવસ પહેલા રાહુલ દ્રવિડે પણ રાજસ્થાન રોયલ્સથી અલગ થયા

તમને જણાવી દઈએ કે આ પહેલા 30 ઓગસ્ટના રોજ રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝીએ રાહુલ દ્રવિડથી અલગ થવાના સમાચાર ફેન્સ સાથે શેર કર્યા હતા. રાજસ્થાને સોશિયલ મીડિયા પર તેમના વિશે પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે મુખ્ય કોચ રાહુલ દ્રવિડ IPL 2026 પહેલા ફ્રેન્ચાઈઝી સાથેનો તેમનો કાર્યકાળ સમાપ્ત કરશે.

  • Follow us on: