IPL 2025 પહેલા રાજસ્થાન રોયલ્સે ભારતના T20 વર્લ્ડકપ વિજેતા મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો. આ નિર્ણય ખોટો સાબિત થયો અને ટીમની 18મી સીઝન નિરાશાજનક રહી.


ટીમના ખરાબ પ્રદર્શનને કારણે પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને રહી. ત્યારથી ટીમ ઉથલપાથલની સ્થિતિમાં છે. આ દરમિયાન ફ્રેન્ચાઈઝીના ફેન્સને કેટલાક સારા સમાચાર મળ્યા છે.

ફ્રેન્ચાઈઝીને રાહુલ દ્રવિડનો મળી ગયો છે ઓપ્શન!

મીડિયા રિપોર્ટ મુજબ કુમાર સંગાકારા IPL 2026 માટે રાજસ્થાન રોયલ્સના ટીમ મેનેજમેન્ટમાં પરત ફર્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ રાહુલ દ્રવિડનું સ્થાન ફ્રેન્ચાઈઝના નવા હેડ કોચ તરીકે લઈ શકે છે. રાહુલ દ્રવિડે IPL 2025 પછી ફ્રેન્ચાઈઝ છોડવાનો નિર્ણય લીધો.

કુમાર સંગાકારાના કોચિંગ હેઠળ રાજસ્થાન રોયલ્સે સારું પ્રદર્શન કર્યું છે. ફ્રેન્ચાઈઝી IPL 2022માં ફાઈનલમાં પણ પહોંચી હતી. પરિણામે રાજસ્થાન રોયલ્સ ફરીથી કુમાર સંગાકારા તરફ વળ્યા છે. કુમાર સંગાકારા અને સંજુની જોડીએ રાજસ્થાન રોયલ્સ માટે સારું પ્રદર્શન કર્યું છે.

સંજુ સેમસન પર પણ ટૂંક સમયમાં લેવામાં આવી શકે છે નિર્ણય

IPL 2025થી એવા અહેવાલો આવ્યા છે કે સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ ટીમ છોડી શકે છે. પરંતુ કુમાર સંગાકારાના મેનેજમેન્ટમાં પાછા ફરવાથી સંજુ પોતાનો વિચાર બદલી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ સંજુ ગયા સિઝનમાં મેનેજમેન્ટના કેટલાક નિર્ણયોથી નાખુશ હતો. સંગાકારાના પાછા ફરવાથી ફ્રેન્ચાઈઝી કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરી શકે છે. ટીમ IPL 2026ની ઓક્શનમાં કેટલાક મુખ્ય મેચ વિજેતા ખેલાડીઓનો સમાવેશ કરી શકે છે.


  • Follow us on: