લગભગ 18 વર્ષની રાહ જોયા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમે IPL 2025માં પહેલીવાર ટાઈટલ જીત્યું. પરંતુ ટ્રોફી જીત્યા પછી RCB સાથે કંઈ સારું ચાલી રહ્યું ન હતું. બેંગલુરુમાં ભાગદોડ કેસમાં ટીમનું નામ સામે આવ્યું અને તે વિવાદો સાથે જોડાયેલું હતું.
લાંબા સમય પછી RCB ટીમ સોશિયલ મીડિયા પર પરત ફરી અને આ સાથે ફ્રેન્ચાઈઝી અને ફેન્સને સારા સમાચાર મળ્યા છે. ફ્રેન્ચાઈઝી એક વેલ્યૂએબલ ટીમ બનીને મહેન્દ્ર સિંહ ધોનીની CSK ટીમને પાછળ છોડી દીધી છે.
RCBએ CSKને છોડ્યું પાછળ
મીડિયા રિપોર્ટ મુજબ IPL 2025માં ચેમ્પિયન બન્યા પછી RCB ટીમે હવે અન્ય બધી ફ્રેન્ચાઈઝીઓને પાછળ છોડી દીધી છે. RCB હવે IPLની સૌથી વેલ્યૂએબલ ટીમ બની ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ RCB ની કિંમત હવે 2370 કરોડ થઈ ગઈ છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ પહેલા નંબર 1 પર હતી, પરંતુ RCBએ તેને પાછળ છોડી દીધી છે. વિવાદોમાં હોવા છતાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમની બ્રાન્ડ વેલ્યુ સતત વધી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમ પણ લિસ્ટમાં ત્રીજા નંબર પર જોવા મળી રહી છે.
RCBએ ફેન્સ માટે 25 લાખની કરી જાહેરાત
4 જૂને એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી 11 આરસીબી ફેન્સના મોત થયા હતા. જે પછી ફ્રેન્ચાઈઝી સોશિયલ મીડિયા પર એક્ટિવ ન હતી. 84 દિવસ પછી આરસીબી ટીમ એક્ટિવ થઈ. જે પછી તેમને ફેન્સ માટે આરસીબી કેર નામની સંસ્થા બનાવી. આ જ સંસ્થા હેઠળ 30 ઓગસ્ટે, ફ્રેન્ચાઈઝીએ તમામ મૃત પરિવારને 25-25 લાખ આપવાનો નિર્ણય લીધો છે. આ સાથે આરસીબી ટીમે હવે આગામી સીઝનની તૈયારી શરૂ કરી દીધી છે. વિરાટ કોહલીની ટીમ સતત બીજી વખત ટ્રોફી જીતવા માટે બેસ્ટ પ્રયાસ કરશે.