ભારતીય ક્રિકેટના ઝડપી બોલર જસપ્રીત બુમરાહે 2025ના અંતમાં એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. તેને એક એવી સિદ્ધિ હાંસલ કરી છે જે અત્યાર સુધી કોઈ અન્ય ભારતીય ઝડપી બોલર પહોંચી શક્યો નથી.


જ્યારે 2025 વ્યક્તિગત અને ટીમ પ્રદર્શનની દ્રષ્ટિએ તેના માટે અપેક્ષા મુજબ ન રહ્યું હોય, પરંતુ તેને ICC ટેસ્ટ રેન્કિંગમાં ઈતિહાસ રચવામાં કોઈ કસર છોડી નથી.

ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગ મુજબ જસપ્રીત બુમરાહ 2025માં નંબર 1 બોલર રહ્યો છે. આનાથી તે સતત 2 વર્ષ સુધી ટોપનું સ્થાન મેળવનાર પહેલો ભારતીય ઝડપી બોલર બન્યો. તેને અગાઉ 2024 માં વિશ્વના નંબર 1 ટેસ્ટ બોલર તરીકે સમાપ્ત કર્યું હતું.

બુમરાહ પહેલા ફક્ત આર. અશ્વિન જ આ સિદ્ધિ મેળવી શક્યો હતો. આ અનુભવી સ્પિનરે 2015 અને 2016 માં સતત બે વર્ષ સુધી ટેસ્ટ બોલર રેન્કિંગમાં ટોપનું સ્થાન મેળવ્યું હતું. 2023માં પણ તે નંબર 1 સ્થાન પર રહ્યો હતા. દિગ્ગજ સ્પિનર ​​બિશન સિંહ બેદી પણ 1973ના અંત સુધી ટેસ્ટ બોલર રેન્કિંગમાં ટોપનું સ્થાન ધરાવતા હતા. પરંતુ અશ્વિન અને બેદી બંને સ્પિન બોલર છે. પરિણામે જસપ્રીત બુમરાહ સતત 2 વર્ષ સુધી ટેસ્ટ રેન્કિંગમાં ટોપનું સ્થાન મેળવનાર પહેલો ભારતીય ઝડપી બોલર છે.

આવું હતું વર્ષ 2025નું પ્રદર્શન

આંકડાઓની દ્રષ્ટિએ જસપ્રીત બુમરાહે 2025માં 8 ટેસ્ટ મેચની 14 ઈનિંગમાં 22.16 ની શાનદાર એવરેજથી 31 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેને 3 વખત 5 વિકેટ પણ લીધી, જે તેની વિશ્વ કક્ષાની બોલિંગ ક્ષમતા દર્શાવે છે. સતત બે વર્ષ સુધી વિશ્વના શ્રેષ્ઠ ટેસ્ટ બોલર તરીકે સ્થાન મેળવવું એ માત્ર બુમરાહની ક્ષમતા જ નહીં પરંતુ ભારતીય ઝડપી બોલિંગના વધતા કદને પણ દર્શાવે છે.

ત્રણેય ફોર્મેટમાં બુમરાહનું રેન્કિંગ શું છે?

જસપ્રીત બુમરાહ 879 રેટિંગ સાથે ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર છે, પરંતુ તે ODI રેન્કિંગમાં ટોપ 100 બોલરોમાં પણ સ્થાન મેળવતો નથી. આનું કારણ જસપ્રીત બુમરાહનો ODI મેચ ભાગ લીધો નથી. તેને બે વર્ષથી ODI રમી નથી. તેની છેલ્લી ODI 2023માં અમદાવાદમાં રમાયેલી વર્લ્ડકપ ફાઈનલ હતી, જ્યાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને ટાઈટલ જીત્યું હતું. T20I બોલર રેન્કિંગમાં બુમરાહ 18માં નંબરે છે.

આ પણ વાંચો: Team Indiaની સ્ટાર ખેલાડીઓએ નવા વર્ષના પહેલા દિવસે ભક્તિમાં લીન, મહાકાલના લીધા આશીર્વાદ


  • Follow us on: