બાંગ્લાદેશના સ્ટાર બોલર મુસ્તફિઝુર રહેમાનને BCCIના નિર્દેશ બાદ KKR દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો. ભારતમાં મુસ્તફિઝુર રહેમાનનો ભારે વિરોધ થયો હતો, જેના કારણે બોર્ડને આ નિર્ણય લેવાની ફરજ પડી હતી.


મુસ્તફિઝુર રહેમાનને બહાર કરવાથી હોબાળો મચી ગયો હતો. ઘણા ખેલાડીઓ આ મામલે પોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે. હવે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર મોઈન અલીએ ICC પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે અને આ નિર્ણયને અન્યાયી ગણાવ્યો છે.

મોઈન અલીએ ઠાલવ્યો પોતાનો ગુસ્સો

ICC પર પ્રહાર કરતા મોઈન અલીએ કહ્યું કે "સાચું કહું તો, મને લાગે છે કે ઉકેલ આખરે ફૂટબોલ જેવો જ હશે. વર્લ્ડકપ, ICC ટુર્નામેન્ટ, કદાચ એક કે બે મોટી ઈન્ટરનેશનલ સિરીઝ અને બાકીની ફ્રેન્ચાઈઝ ક્રિકેટ હશે. કારણ કે રમત પહેલાથી જ આ સમસ્યાઓથી ઝઝૂમી રહી છે અને મુસ્તફિઝુર રહેમાન સાથે જે બન્યું તેનાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે."

મુસ્તફિઝુર રહેમાનને સપોર્ટ કરતા તેને કહ્યું કે "મને મુસ્તફિઝુર માટે સૌથી વધુ દુ:ખ થાય છે. તેને વર્ષોના સતત પ્રદર્શનના આધારે આ કરાર મેળવ્યો. આ તેના કરિયર માટે એક મોટી તક હતી. તે કોઈપણ ટીમ માટે રમી શકતો હતો, પરંતુ તેને KKR મેળવ્યું, અને પ્રમાણિકપણે તે જ તે છે જે સૌથી વધુ દુઃખી થઈ રહ્યો છે."

આ દરમિયાન ICCની ટીકા કરતા મોઈને કહ્યું કે "ICC ક્યારેય આદર્શ રહ્યું નથી. બધા જાણે છે કે કોણ જવાબદાર છે, પરંતુ કોઈ બોલતું નથી. દરેકનો પોતાનો એજન્ડા હોય છે અને જ્યાં સુધી તેઓ સારું કરી રહ્યા છે, ત્યાં સુધી તેમને કોઈ પરવા નથી."

બાંગ્લાદેશે કરી કાર્યવાહી

મુસ્તફિઝુર રહેમાનને બહાર કરવાથી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. બોર્ડે T20 વર્લ્ડકપ 2026 માટે ભારત જવાની ના પાડી હતી, ICC ને લખેલા પત્રમાં જણાવ્યું કે સુરક્ષા ચિંતાઓને કારણે બાંગ્લાદેશ ભારતનો પ્રવાસ કરશે નહીં. બાંગ્લાદેશ તેની બધી મેચ શ્રીલંકામાં રમવા માગે છે. પરંતુ વર્લ્ડકપનું શેડ્યુલ પહેલાથી જ જાહેર થઈ ગયું છે.

આ પણ વાંચો: WPL ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી


  • Follow us on: