પાકિસ્તાને સાઉથ આફ્રિકા સામે બે મેચની સિરીઝની પહેલી ટેસ્ટ જીતી લીધી. આનાથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ઉથલપાથલ મચી ગઈ છે. ટીમ ઈન્ડિયા 7 મેચમાંથી 4 જીત સાથે ત્રીજા સ્થાને હતી. હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 સાઈકલમાં તેની પહેલી જીત સાથે પાકિસ્તાને ટીમ ઈન્ડિયાને પાછળ છોડી દીધી છે.
પાકિસ્તાનની ટીમ બીજા સ્થાને પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા હવે ચોથા સ્થાને સરકી ગઈ છે. પાકિસ્તાને પોઈન્ટ ટેબલ પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે.
WTC લેટેસ્ટ પોઈન્ટ ટેબલ
| નંબર | ટીમ | મેચ | જીત | હાર | ડ્રો | નો રિઝલ્ટ | અંક | જીતની ટકાવારી
|
| 1 | ઓસ્ટ્રેલિયા | 3 | 3 | 0 | 0 | 0 | 36 | 100.00% |
| 2 | પાકિસ્તાન | 1 | 1 | 0 | 0 | 0 | 12 | 100.00% |
| 3 | શ્રીલંકા | 2 | 1 | 0 | 1 | 0 | 16 | 66.67% |
| 4 | ભારત | 7 | 4 | 2 | 1 | 0 | 52 | 61.90%
|
| 5 | ઈંગ્લેન્ડ | 5 | 2 | 2 | 1 | 0 | 26 | 43.33%
|
| 6 | બાંગ્લાદેશ | 2 | 0 | 1 | 1 | 0 | 4 | 16.67% |
| 7 | વેસ્ટ ઈન્ડીઝ | 5 | 0 | 5 | 0 | 0 | 0 | 0.00% |
| 8 | સાઉથ આફ્રિકા | 1 | 0 | 1 | 0 | 0 | 0 | 0.00% |
| 9 | ન્યુઝીલેન્ડ | - | - | - | - | - | - | - |
પાકિસ્તાનની ટીમ નંબર 2 કેવી રીતે બની?
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નિયમો મુજબ રેન્કિંગ જીતના ટકાવારી પર આધારિત છે. પાકિસ્તાને વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાઈકલમાં પોતાની પહેલી મેચ જીતી હતી અને 100% જીત દરને કારણે બીજા સ્થાને પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયા જેને વર્તમાન WTC સાઈકલમાં 3માંથી 3 મેચ જીતી છે, તે પ્રથમ સ્થાને છે. ભારતની આગામી ટેસ્ટ સિરીઝ સાઉથ આફ્રિકા સામે છે અને તેઓ જીત સાથે રેન્કિંગમાં ઉપર જવાનો પ્રયાસ કરશે.
પાકિસ્તાને સાઉથ આફ્રિકાને હરાવ્યું
પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં બંને દેશો વચ્ચે મેચ થઈ હતી. આ મેચમાં પાકિસ્તાને સાઉથ આફ્રિકાને 277 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આફ્રિકન ટીમ ટાર્ગેટનો પીછો ન કરી શકી, પરંતુ તેઓ પાકિસ્તાનના બોલિંગ આક્રમણ સામે હાર માની ગયા. શાહીન આફ્રિદી અને નોમાન અલીએ બીજી ઈનિંગમાં 4- 4 વિકેટ લીધી.