ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ભલે હાલમાં ટીમ ઈન્ડિયા માટે નથી રમી રહ્યો, પરંતુ તે મેદાનમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. મોહમ્મદ શમી હાલમાં એવી ધૂમ મચાવી રહ્યો છે કે તે કોઈપણ ટીમ માટે રમી શકે છે.


મોહમ્મદ શમીએ શાનદાર પ્રદર્શન પછી સિલેક્ટર્સને જવાબ મળી ગયો છે કે મોહમ્મદ શમી ફિટ છે કે નહીં. આગામી સિરીઝમાં મુખ્ય સિલેક્ટર અજિત અગરકરનું કામ વધુ મુશ્કેલ બનશે.

રણજી ટ્રોફીમાં બંગાળ તરફથી રમી રહ્યો છે મોહમ્મદ શમી

મોહમ્મદ શમી ઘણા સમયથી સતત ફિટ છે, પરંતુ બીસીસીઆઈ આ વાતથી અજાણ છે. તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળી શક્યું નથી. તાજેતરમાં જ્યારે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ હતી, ત્યારે એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તે તેમાં રમશે, પરંતુ જ્યારે ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે ખબર પડી કે મોહમ્મદ શમીનું નામ સામેલ નથી. આ દરમિયાન મોહમ્મદ શમીએ રણજી ટ્રોફીમાં રમવાનું શરૂ કર્યું અને ધૂમ મચાવી દીધી.

મોહમ્મદ શમીએ માત્ર 2 મેચમાં લીધી 15 વિકેટ

રણજી ટ્રોફીમાં બંગાળ તરફથી રમતા મોહમ્મદ શમીએ પહેલી મેચની પ્રથમ ઈનિંગમાં 37 રન આપીને 3 વિકેટ લીધી હતી. ત્યારબાદ તે જ મેચની બીજી ઈનિંગમાં 38 રન આપીને 4 વિકેટ લીધી હતી. પછી જ્યારે તે બીજી મેચ માટે મેદાનમાં ઉતર્યો, ત્યારે તેને પહેલી ઈનિંગમાં 3 અને બીજી ઈનિંગમાં 5 વિકેટ લીધી. આમ મોહમ્મદ શમીએ 2 મેચમાં 4 ઈનિંગમાં 15 વિકેટ લીધી. ભલે આ રણજી ટ્રોફી મેચ હતી, મોહમ્મદ શમીના પ્રદર્શનને હળવાશથી ન લઈ શકાય.

સાઉથ આફ્રિકા સિરીઝ માટે પરત ફરી શકે છે મોહમ્મદ શમી

મોહમ્મદ શમી ક્યારે ટીમ ઈન્ડિયામાં પરત ફરશે તે જાણી શકાયું નથી, પરંતુ એ ચોક્કસ છે કે આવતા મહિને ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સિરીઝ માટે તેનો વિચાર થઈ શકે છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ 14 નવેમ્બરથી શરૂ થશે અને BCCI ટૂંક સમયમાં આ સિરીઝ માટે ટીમની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. મોહમ્મદ શમીના પ્રદર્શનથી ખાતરી થાય છે કે સિલેક્ટર્સ ચોક્કસપણે તેના પર વિચાર કરશે. આનો અર્થ એ છે કે મુખ્ય સિલેક્ટર અજિત અગરકરનું કામ થોડું મુશ્કેલ બનવાનું છે.

  • Follow us on: