વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ઘણા ખેલાડીઓએ પોતાનું ડેબ્યૂ કર્યું. ઘણા ખેલાડીઓએ લાંબા સમય સુધી ભારતનું પ્રતિનિધિત્વ કર્યું, જ્યારે ઘણા ખેલાડીઓએ થોડી મેચ રમ્યા પછી ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળ્યું.


2016 માં વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કરનાર સ્પિન બોલર જયંત યાદવે ટીમમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. તે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાથી દૂર છે. તે હજુ પણ ઘરેલુ સિઝનમાં સારું પ્રદર્શન કરીને ભારત માટે વાપસી કરવા માગે છે.

35 વર્ષનો ખેલાડી બદલશે ટીમ

જયંત યાદવ હાલમાં 35 વર્ષનો છે. તે હજુ પણ ભારતીય ટીમમાં પરત ફરવાનો રસ્તો શોધી રહ્યો છે. હવે તેને પોતાની ડોમેસ્ટિક ટીમ બદલવાનો નિર્ણય લીધો છે. તેને હરિયાણા ક્રિકેટ ટીમ છોડી દીધી છે. હવે તે પુડુચેરી માટે ક્રિકેટ રમશે. જયંત 2011 થી હરિયાણા માટે રમતો જોવા મળતો હતો. પરંતુ હવે તે આગામી ડોમેસ્ટિક સીઝનમાં પુડુચેરી માટે રમશે. જયંત છેલ્લે 2024-25 રણજી ટ્રોફીમાં હરિયાણા માટે રમ્યો હતો.

આ દરમિયાન તેને 8 મેચમાં 28 વિકેટ લીધી હતી. જયંત યાદવે ભારત માટે છેલ્લી મેચ 2022માં મોહાલીમાં શ્રીલંકા સામે રમી હતી. આ પછી તે ભારતીય ટીમમાં જોવા મળ્યો ન હતો.

આવું રહ્યું છે જયંત યાદવનું કરિયર

જયંત યાદવે 2011 માં હરિયાણા માટે ડેબ્યૂ કર્યું હતું. તેને 90 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 265 વિકેટ લીધી છે. આ સિવાય તેને 67 લિસ્ટ A મેચોમાં 62 વિકેટ લીધી છે. આ ખેલાડીએ 88 T20 મેચોમાં 52 વિકેટ લીધી છે. તેને 2016 માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તે ટીમ ઈન્ડિયા માટે લાંબો સમય રમી શક્યો નહીં. તેને 6 ટેસ્ટ મેચોમાં 16 વિકેટ લીધી છે, જ્યારે સ્પિન બોલરે 2 ODI મેચોમાં 1 વિકેટ લીધી છે.


  • Follow us on: