રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ WPL 2026 સીઝનની ધમાકેદાર શરૂઆત કરી હતી. આ સીઝનમાં સતત 5 મેચ જીતીને તેઓએ ક્વોલિફાયરમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. પરંતુ RCB પોતાની છેલ્લી 2 મેચ હારી ગઈ છે અને પોઈન્ટ ટેબલમાં આગળ છે. પરંતુ તેમની કેપ્ટન સ્મૃતિ મંધાના છેલ્લી 2 મેચમાં પોતાની ટીમના પ્રદર્શનથી નાખુશ છે.
RCB તરફથી રિચા ઘોષે 90 રનની ઈનિંગ રમી
મુંબઈ ઈન્ડિયન્સ સામેની હાર બાદ સ્મૃતિ મંધાનાએ સમજાવ્યું કે છેલ્લી 2 મેચમાં તેમને સતત હારનો સામનો કેમ કરવો પડ્યો. તેણે ટીમની વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષના વખાણ કર્યા, જેણે RCB માટે 90 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી, પરંતુ તેની ઈનિંગ ટીમ માટે જીત સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ રહી. આ પહેલા મુંબઈની બેટર નેટ સાયવર બ્રન્ટે એક શક્તિશાળી સદી ફટકારી હતી, જે WPL ઈતિહાસમાં સદી ફટકારનાર પહેલી ખેલાડી બની.
સ્મૃતિ મંધાનાએ રિચા ઘોષના કર્યા વખાણ
મેચ પછીના પ્રેઝન્ટેશન સેરેમનીમાં સ્મૃતિ મંધાનાએ કહ્યું કે "રિચા ઘોષે શાનદાર ઈનિંગ રમી. તેને જોવી ખરેખર મજા આવી. નાદિનએ પણ સારું યોગદાન આપ્યું, પરંતુ હા, મને લાગે છે કે, જ્યારે તમે હારશો, ત્યારે આવી ઈનિંગ પર કોઈ ધ્યાન આપતું નથી, પરંતુ મને લાગે છે કે આ મેં જોયેલી બેસ્ટ ઈનિંગમાંથી એક હતી. નેટ સાયવર બ્રન્ટ ચોક્કસપણે એક વર્લ્ડ ક્લાસની ખેલાડી છે. તે એક જ બોલને 3 અલગ અલગ જગ્યાએ ફટકારી શકે છે, જે બોલરો માટે ખૂબ જ મુશ્કેલ બનાવે છે."
સ્મૃતિ મંધાનાએ નેટ સાયવર બ્રન્ટ વિશે શું કહ્યું?
સ્મૃતિ મંધાનાએ વધુમાં કહ્યું કે તેને તેની ટીમ માટે મોટાભાગના રન બનાવ્યા હતા. આ સિવાય 25-30 રન પછી તેણે જે રીતે ગતિ પકડી તે દરેક યુવા ખેલાડીએ જોવું જોઈએ અને શીખવું જોઈએ. પ્રથમ 5 મેચમાં બોલિંગ ઉત્તમ રહી છે, તે ચોક્કસ છે. પરંતુ આજે એવો દિવસ હતો જ્યારે આપણા કેટલાક બોલરો યોગ્ય લાઈન પર બોલિંગ કરી શક્યા ન હતા.
T20 ક્રિકેટમાં એકવાર બેટ્સમેન સેટ થઈ જાય છે, ત્યારે તમે ચોક્કસ વસ્તુઓ અજમાવી શકો છો અને ક્યારેક તે કામ કરતી નથી. લોરેન બેલ નવા બોલ સાથે અને જ્યારે તે પાછી આવી ત્યારે શાનદાર હતી. પરંતુ અન્ય ખેલાડીઓ આજે સારું પ્રદર્શન કરી શક્યા નહીં.
લોરેન બેલે નવા બોલ સાથે શાનદાર કામ કર્યું - સ્મૃતિ મંધાના
નાદિન ડી ક્લર્ક પણ ટૂંકા છેડેથી તે બે કઠિન ઓવર ફેંકી હતી, તેથી તે શ્રેયને પાત્ર છે. અમે અમારી વ્યૂહરચના વિશે વિચારીશું અને પાછા આવીશું. અમે દર વખતે ક્વોલિફાય થવાની વાત કરીએ છીએ પરંતુ અમે આત્મસંતુષ્ટ રહી શકતા નથી. સીધા ફાઈનલમાં જવા માટે અમારે મેચ જીતવાની જરૂર છે. તે જ સમયે ચોક્કસપણે કેટલીક બાબતો પર કામ કરવાની જરૂર છે. T20 ક્રિકેટમાં તમારા સારા અને ખરાબ બંને દિવસો આવશે. આપણે બંનેને સ્વીકારવું પડશે અને જોવું પડશે કે આપણે શું વધુ સારું કરી શકીએ છીએ.
આ પણ વાંચો: T20 World Cupમાં પાકિસ્તાન બોટકોટ કરશે તો થશે ગંભીર નુકસાન! આ દેશને પણ થશે અસર