ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. સિરીઝની પહેલી મેચ 14 નવેમ્બરે કોલકાતામાં રમાશે. સાઉથ આફ્રિકાના બેટ્સમેનોએ પહેલા દિવસે ખરાબ પ્રદર્શન કર્યું હતું, જ્યારે ભારતીય બેટ્સમેનોએ બીજા દિવસે ખરાબ પ્રદર્શન કર્યું હતું. અત્યાર સુધી, આ મેચમાં કોઈ પણ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો નથી, અને બીજા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. એક્સ ભારતીય ખેલાડી હરભજન સિંહ બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનથી ગુસ્સે ભરાયો હતો. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.


ટેસ્ટ ક્રિકેટ પર હરભજન સિંહ ગુસ્સે

સાઉથ આફ્રિકા પહેલા દિવસે 159 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ત્યારબાદ ભારતના યશસ્વી જયસ્વાલ પણ આઉટ થઈ ગયો. આમ, પ્રથમ દિવસે કુલ 11 વિકેટ પડી ગઈ. બીજા દિવસે ભારત 189 રનમાં ઓલઆઉટ થઈ ગયું. સાઉથ આફ્રિકાએ બીજા દિવસના અંત સુધીમાં 7 વિકેટ ગુમાવી દીધી. પરિણામે, બીજા દિવસે પણ 16 વિકેટ પડી ગઈ. આ જોઈને હરભજન સિંહ સોશિયલ મીડિયા પર ભડકી ઉઠ્યો. તેણે પોસ્ટ કર્યું, ટેસ્ટ ક્રિકેટ, ભારત Vs સાઉથ આફ્રિકા, બીજા દિવસની રમત લગભગ પૂરી થઈ ગઈ છે, હજુ પૂરી થઈ નથી. ટેસ્ટ ક્રિકેટનો કેવો મજાક #RIPTESTCRICKET. સ્વાભાવિક છે કે ટેસ્ટ ક્રિકેટ પાંચ દિવસ ચાલે છે, પરંતુ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની હાલની મેચ ફક્ત અઢી દિવસમાં જ સમાપ્ત થઈ જશે તેવું લાગે છે. બંને ટીમોના ખરાબ પ્રદર્શન પર હરભજન સિંહ ગુસ્સે ભરાયો હતો.

સાઉથ આફ્રિકા પાસે 63 રનની લીડ છે

સાઉથ આફ્રિકા પ્રથમ દિવસે 159 રન પર સિમિત રહ્યું હતું. ભારત તરફથી જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ લીધી હતી અને તેના જવાબમાં ભારતે 189 રન બનાવ્યા હતા. આનાથી ભારતને પ્રથમ ઇનિંગમાં 30 રનની લીડ મળી હતી. બીજા દિવસની રમતના અંતે સાઉથ આફ્રિકાએ 35 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 93 રન બનાવી લીધા હતા. સાઉથ આફ્રિકા પાસે હવે 63 રનની લીડ છે.


  • Follow us on: