ભારતીય સુપરસ્ટાર રોહિત શર્મા હવે ટીમ ઈન્ડિયા માટે ખાસ ODI ફોર્મેટમાં રમે છે. પરિણામે તે બે સિરીઝ વચ્ચે વ્યાપક તૈયારી કરતો જોવા મળે છે. ટીમ ઈન્ડિયા 11 જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની ODI સિરીઝ રમશે, જેના માટે હિટમેન પહેલાથી જ તેની તૈયારીઓ શરૂ કરી ચૂક્યો છે.


વર્ષ 2025 ની જેમ રોહિત શર્મા 2026માં તેની બેટિંગ કૌશલ્ય દર્શાવવા માગે છે, જેથી આ વર્ષે પણ ટીમમાં તેનું સ્થાન સુનિશ્ચિત થાય.

રોહિત શર્મા ODI સિરીઝ માટે કરી રહ્યો છે ખાસ તૈયારીઓ

સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝ પછી ટીમ ઈન્ડિયા હવે ન્યુઝીલેન્ડનો સામનો કરશે. કિવીઝ સામેની ODI સિરીઝ ટીમ ઈન્ડિયા માટે ખાસ રહેશે. આ સિરીઝ પછી ટીમ ઈન્ડિયા જૂનમાં ODI ફોર્મેટમાં રમશે. તેથી ખેલાડીઓ આ સિરીઝમાં પ્રભાવ પાડવા માગશે. રોહિત શર્મા ODI ફોર્મેટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેથી તે આ સિરીઝમાં પણ પોતાનું સારું પ્રદર્શન ચાલુ રાખવા માટે તમામ પ્રયાસો કરશે.


હિટમેન હાલમાં મુંબઈમાં આ માટે પ્રેક્ટિસ કરતો જોવા મળે છે, જેનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બેટિંગની સાથે રોહિત તેની ફિલ્ડિંગની પણ પ્રેક્ટિસ કરી રહ્યો છે. તે ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ સાથે કામ કરી રહ્યો છે.


ફેન્સની નજર હિટમેનના ફોર્મ પર

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માનું બેટ સતત રન બનાવી રહ્યું છે. તેના ઈન્ટરનેશનલ રન સિવાય હિટમેને 2025-26 વિજય હજારે ટ્રોફીમાં 2 મેચમાં સદી પણ ફટકારી હતી. રોહિત તાજેતરમાં ફક્ત એક જ ફોર્મેટ રમવાને કારણે પહેલા કરતાં વધુ પ્રેક્ટિસ કરી રહ્યો છે, જેના કારણે તે સિરીઝની શરૂઆત પહેલા સંપૂર્ણ ફોર્મમાં રહે. હિટમેને ન્યુઝીલેન્ડ સામેની ODI ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે.

આ પણ વાંચો: Bangladeshની ટીમ T20 વર્લ્ડકપમાં મેચ રમવા માટે આવશે ભારત?

  • Follow us on: