T20 વર્લ્ડકપ 2026ની વર્ષની શરૂઆતમાં 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન ભારત અને શ્રીલંકાએ સંયુક્ત રીતે યોજ્યો હતો. ટીમ ઈન્ડિયાએ તેમાં જીત મેળવી હતી. ટુર્નામેન્ટમાં સીધું સ્થાન મેળવનાર બાંગ્લાદેશ પણ ભાગ લેવાનું હતું.


પરંતુ બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારતમાં તેના ખેલાડીઓની સલામતીનો હવાલો આપીને T20 વર્લ્ડકપમાં પોતાની ટીમ મોકલવાની ના પાડી હતી. હવે બાંગ્લાદેશના સ્ટાર ખેલાડી શાકિબ અલ હસને આ અંગે એક મોટું નિવેદન જાહેર કરીને તેને વચગાળાની સરકારનો સૌથી ભૂલભરેલો નિર્ણય ગણાવ્યો છે.

સરકાર તરફથી આ એક મોટી ભૂલ હતી

ભારતમાં એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાત કરતા શાકિબ અલ હસને 2026ના T20 વર્લ્ડકપમાં ભાગ ન લેવાના બાંગ્લાદેશના નિર્ણય અંગેના સવાલના જવાબમાં કહ્યું કે "મારું માનવું છે કે વર્લ્ડકપમાં ભાગ ન લેવાનો નિર્ણય વચગાળાની સરકારની સૌથી મોટી ભૂલ હતી. આનાથી બાંગ્લાદેશ ક્રિકેટને નોંધપાત્ર નુકસાન થયું છે. આપણા દેશના ક્રિકેટ ફેન્સ ખેલાડીઓને વર્લ્ડ કપમાં રમતા જોવાનું પસંદ કરે છે. તેથી આવી મોટી ટુર્નામેન્ટમાં ભાગ ન લેવાનો નિર્ણય એક ભૂલથી ઓછો નથી."

આ સિવાય તેને કહ્યું કે એ નોંધવું જોઈએ કે તે સમયે, બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર સત્તામાં હતી, અને તેને માગ કરી હતી કે વર્લ્ડકપની મેચો ભારતથી શ્રીલંકામાં ખસેડવામાં આવે, આ માગણીને ICC એ સ્પષ્ટપણે નકારી કાઢી હતી.

સરકાર બદલાતાની સાથે જ બાંગ્લાદેશ બોર્ડમાં પણ ફેરફારો થયા

બાંગ્લાદેશમાં નવી સરકારે સત્તા સંભાળતાની સાથે જ ક્રિકેટ બોર્ડમાં પણ ફેરફારો થયા. બીસીબીના પ્રમુખ અમીનુલ ઈસ્લામ બુલબુલને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા અને નવી ચૂંટણીઓ થાય ત્યાં સુધી બોર્ડના રોજિંદા કામકાજ ચલાવવા માટે એક એડહોક સમિતિની રચના કરવામાં આવી હતી. બુલબુલને હટાવવા પાછળ T20 વર્લ્ડકપ દરમિયાનનો વિવાદ એક મુખ્ય કારણ માનવામાં આવે છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પણ બીસીસીઆઈ સાથેના સંબંધો સુધારવાનો સતત પ્રયાસ કરી રહ્યું છે, જ્યાં તેને આશા છે કે ટીમ ઈન્ડિયા મર્યાદિત ઓવરની સિરીઝ માટે તેમના દેશનો પ્રવાસ કરશે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: