ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હાલમાં સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ સામે 5 મેચની T20 સિરીઝ રમી રહી છે. સાઉથ આફ્રિકાએ સિરીઝની પહેલી મેચ જીતી હતી, જ્યારે 19 એપ્રિલે રમાયેલી બીજી મેચમાં સાઉથ આફ્રિકાએ ભારતને 8 વિકેટથી હરાવ્યું હતું.
આ જીત સાથે સાઉથ આફ્રિકાએ સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ભારત માટે શેફાલી વર્માએ અડધી સદી ફટકારી હતી. તેના સિવાય અન્ય કોઈ બેટ્સમેન ખાસ પ્રભાવ પાડી શક્યા નહીં.
ભારતે 147 રન બનાવ્યા
પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમે 20 ઓવરમાં 147/10 રન બનાવ્યા. ઓપનર શેફાલી વર્માએ 38 બોલમાં 57 રન બનાવ્યા, જ્યારે સ્મૃતિ મંધાનાએ 7 બોલમાં 12 રન બનાવ્યા. જેમીમા રોડ્રિગ્સ 4 બોલમાં 2 રન બનાવીને આઉટ થઈ ગઈ. પોતાની ડેબ્યૂ મેચ રમી રહેલી અનુષ્કા શર્માએ 31 બોલમાં 28 રન બનાવ્યા.
આ દરમિયાન હરમનપ્રીત કૌરે 9 બોલમાં 12 રન બનાવ્યા. દીપ્તિ શર્મા અને રિચા ઘોષે પણ સંઘર્ષ કર્યો, તેમને અનુક્રમે 1 અને 3 રન બનાવ્યા. તુમી સેખુખુને અને ક્લો ટ્રાયોને શાનદાર બોલિંગ કરી અને 3-3 વિકેટ લીધી.
સાઉથ આફ્રિકા 8 વિકેટથી જીત્યું
148 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ઓપનર લૌરા વોલ્વાડ્ટ અને સુને લુસે શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું. લૌરાએ 34 બોલમાં 54 રન બનાવ્યા, જ્યારે લુસે 46 બોલમાં 57 રન બનાવ્યા. તેમને પહેલી વિકેટ માટે 72 બોલમાં 106 રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરી.
ત્યાંથી સાઉથ આફ્રિકાએ મેચનું પાસું ફેરવી નાખ્યું અને લગભગ જીત નિશ્ચિત કરી દીધી. સાઉથ આફ્રિકાએ 17.1 ઓવરમાં 2 વિકેટે 148 રન બનાવીને 8 વિકેટે મેચ જીતી લીધી. શ્રેયંકા પાટિલ એકમાત્ર ભારતીય વિકેટ લેનાર બોલર હતી. તેણે 4 ઓવરમાં 35 રન આપ્યા અને 2 વિકેટ ઝડપી.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો