અબુ ધાબી T10 લીગની નવમી સિઝન 18 નવેમ્બરથી શરૂ થશે અને 30 નવેમ્બરના રોજ સમાપ્ત થશે. બધી મેચો ઝાયેદ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ લીગમાં ઘણા સ્ટાર ખેલાડીઓ ભાગ લેતા જોવા મળશે.
હરભજન સિંહથી લઈને શ્રીસંત, પીયૂષ ચાવલા, કિરોન પોલાર્ડ અને આન્દ્રે રસેલ સુધી, ઘણા વર્તમાન સ્ટાર્સ આ લીગમાં ભાગ લેશે, જેમાં ભૂતપૂર્વ મહાન ખેલાડીઓ પણ સામેલ થશે.
ઘણા વર્તમાન અને ભૂતપૂર્વ ખેલાડીઓ આ લીગનો બનશે ભાગ
અબુ ધાબી T10 લીગમાં દુનિયાભરના ઘણા ભૂતપૂર્વ અને વર્તમાન ખેલાડીઓ ભાગ લેવા જઈ રહ્યા છે. આ લીગમાં કુલ 8 ટીમો રમતી જોવા મળશે, જેમાં અજમાન ટાઈટન્સ, એસ્પિન સ્ટેલિયન્સ, ડેક્કન ગ્લેડીયેટર્સ, દિલ્હી બુલ્સ, નોર્ધન વોરિયર્સ, ક્વેટા ક્વોલિફાયર્સ, રોયલ ચેમ્પ્સ અને વિસ્ટા રાઈડર્સનો સમાવેશ થાય છે.
અનુભવી ઓલરાઉન્ડર કાયરોન પોલાર્ડ દિલ્હી બુલ્સ તરફથી રમશે, જ્યારે આન્દ્રે રસેલ ડેક્કન ગ્લેડીયેટર્સ તરફથી રમતો જોવા મળશે. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહ એસ્પિન સ્ટેલિયન્સ તરફથી રમશે. અજમાન ટાઈટન્સે ભારતના વર્લ્ડકપ વિજેતા લેગ સ્પિનર પીયૂષ ચાવલાને ટીમમાં સામેલ કર્યો છે.
આ ટુર્નામેન્ટમાં 10-10 ઓવરની રમાય છે મેચ
અબુ ધાબી T10 મેચમાં દરેક મેચ 10 ઓવરની હોય છે. ઘણા પ્રખ્યાત ખેલાડીઓની હાજરી દર્શકોનો ઉત્સાહ વધારે છે. ડેક્કન ગ્લેડીયેટર્સે અબુ ધાબી T10 ટુર્નામેન્ટની છેલ્લી સીઝન જીતી હતી, ફાઈનલમાં મોરિસવિલે સેમ્પ આર્મીને હરાવી હતી. ડેક્કન ગ્લેડીયેટર્સ હવે ત્રણ વખત અબુ ધાબી T10 ટાઈટલ જીતી ચૂક્યા છે.
2017માં શરૂ થઈ હતી આ લીગ
અબુ ધાબી T10 ટુર્નામેન્ટ ડિસેમ્બર 2017 માં શરૂ થઈ હતી, જે T10 લીગ તરીકે શરૂ થઈ હતી. T10 એ ક્રિકેટનું સૌથી ઝડપી અને ટૂંકું ફોર્મેટ છે, જેમાં 10 ઓવરનો સમાવેશ થાય છે. સંયુક્ત આરબ અમીરાતમાં આયોજિત આ લીગ અમીરાત ક્રિકેટ બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવે છે અને T10 સ્પોર્ટ્સ મેનેજમેન્ટ દ્વારા સંચાલિત થાય છે. દરેક ટીમ 10 ઓવર રમે છે, જેમાં લગભગ 90 મિનિટ લાંબી મેચો બને છે. ડેક્કન ગ્લેડીયેટર્સે 2024 માં તેમનું ત્રીજું ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો, જે ત્રણ વખત લીગ જીતનાર પહેલી ટીમ બની.