પાકિસ્તાનમાં રમાઈ રહેલી ફ્રેન્ચાઈઝી આધારિત T20 લીગ પાકિસ્તાન સુપર લીગની 11મી સીઝન હવે તેના અંતિમ તબક્કામાં છે. પ્રથમ એલિમિનેટર મેચમાં મુલ્તાન સુલ્તાન્સ અને હૈદરાબાદ કિંગ્સમેનની ટીમ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી.


હૈદરાબાદ કિંગ્સમેન ટીમ આ મેચ 8 વિકેટના એકતરફી માર્જિનથી જીતવામાં સફળ રહી. PSL 2026માં મુલ્તાન સુલ્તાન્સની સફરનો પણ આ સાથે અંત આવ્યો.

ડ્રેસિંગ રૂમમાં સ્ટીવ સ્મિથે પોતાનું બેટ જમીન પર પછાડ્યું

આ દરમિયાન આ મેચમાંથી ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડી સ્ટીવ સ્મિથનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે આઉટ થયા પછી ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો ત્યારે ખૂબ ગુસ્સે જોવા મળી રહ્યો છે. હૈદરાબાદ કિંગ્સમેન સામેની મેચમાં મુલ્તાન સુલ્તાન્સે પ્રથમ બેટિંગ કરી અને 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને ફક્ત 159 રન જ બનાવી શક્યું. મુલ્તાન સુલ્તાન્સ માટે મોટી ઈનિંગ રમવાની અપેક્ષા રાખતા સ્ટીવ સ્મિથ આઉટ થયા પહેલા 10 બોલમાં ફક્ત 13 રન બનાવી શક્યા.


નિરાશા સ્પષ્ટપણે જોવા મળી

મોહમ્મદ અલી દ્વારા આઉટ થયા બાદ તેને ડ્રેસિંગ રૂમમાં પ્રવેશતાની સાથે જ પોતાનું બેટ જમીન પર પછાડ્યું. આઉટ થયા પછીની તેની ગુસ્સે ભરાયેલી પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જ્યારે તે બેઠો ત્યારે તેના ચહેરા પર તેની નિરાશા સ્પષ્ટપણે જોવા મળી રહી છે. સ્મિથે પીએસએલ 2026 સીઝનમાં બેટથી ખરાબ પ્રદર્શન કર્યું, તેને 11 ઈનિંગમાં ફક્ત 380 રન બનાવ્યા, જેમાં 1 સદી અને 2 અડધી સદીનો સમાવેશ થાય છે.

હૈદરાબાદ કિંગ્સમેનની જીતમાં મુઆઝ સદકત અને ઉસ્માન ખાને મુખ્ય ભૂમિકા ભજવી

આ મેચની વાત કરીએ તો હૈદરાબાદ કિંગ્સમેનની જીતમાં માઝ સદકત અને ઉસ્માન ખાને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેમાં તેમણે 64-64 રન બનાવ્યા હતા. આ મેચમાં હૈદરાબાદ કિંગ્સમેન ટીમે 160 રનનો લક્ષ્યાંક ફક્ત 15.2 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. હવે તેઓ 1 મેના રોજ બીજા એલિમિનેટરમાં ઈસ્લામાબાદ યુનાઈટેડનો સામનો કરશે. આ મેચના વિજેતા ટીમ 3 મેના રોજ ફાઈનલમાં પેશાવર ઝાલ્મીનો સામનો કરશે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: