ગયા વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફી પછી વિરાટ કોહલી અલગ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તે હવે શરૂઆતથી જ મોટા શોટ સાથે ઝડપથી રન બનાવી રહ્યો છે, જે અસરકારક સાબિત થયું છે. ઓસ્ટ્રેલિયામાં શરૂઆતની બે મેચમાં સતત 0 શૂન્ય આઉટ થયા પછી વિરાટ કોહલી 2016ના પોતાના ફોર્મમાં પાછો ફર્યો હોય તેવું લાગે છે.


વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામે 2 અને ન્યુઝીલેન્ડ સામે 1 સદી ફટકારી હતી. હવે એવું લાગે છે કે વિરાટ કોહલી ફક્ત એક જ ફોર્મેટ રમવા છતાં સચિનનો સૌથી વધુ સદીનો રેકોર્ડ તોડી શકે છે. આ દરમિયાન મહાન સુનીલ ગાવસ્કરે કોહલી વિશે એક મોટી ભવિષ્યવાણી કરી છે.

વિરાટ કોહલીએ T20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને હવે તે ભારત માટે ફક્ત ODI ફોર્મેટમાં રમે છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે BCCI એ હજુ સુધી આગામી વર્ષે યોજાનાર ODI વર્લ્ડકપ માટે વિરાટ કોહલી અને રોહિતના સ્થાનોની પુષ્ટિ કરી નથી, પરંતુ કોહલીનું હાલનું ફોર્મ સૂચવે છે કે તે રમશે. આ દરમિયાન સુનિલ ગાવસ્કરે ભવિષ્યવાણી કરી છે કે વિરાટ કોહલી કેટલો સમય રમી શકે છે.

સુનીલ ગાવસ્કરે શું કહ્યું?

મહાન સુનીલ ગાવસ્કર માને છે કે વિરાટ કોહલી ફક્ત 2027 ના વનડે વર્લ્ડકપમાં જ નહીં પરંતુ વર્લ્ડકપ 2031 અને તે પછી પણ રમવાનો દાવો કરી શકે છે. તેને ત્રીજી વનડે પછી વિરાટ કોહલીની ફિટનેસની પણ પ્રશંસા કરી.

મીડિયા રિપોર્ટ મુજબ સુનિલ ગાવસ્કરે જિયોહોટસ્ટાર પર કહ્યું કે "જ્યાં સુધી વિરાટ કોહલી ક્રીઝ પર હતો, ત્યાં સુધી ન્યુઝીલેન્ડ આખો સમય નર્વસ રહેશે. તે એકમાત્ર એવો ખેલાડી હતો જે મેચને પલટી શકે છે. લાંબા સમય સુધી એવું લાગતું હતું કે તે આ કરી શકશે. વિરાટ કોહલીની ઈનિંગ શાનદાર હતી. તે ખૂબ જ વહેલા મેદાનમાં આવ્યો અને રસ્તામાં 5 અલગ અલગ પાર્ટનર આઉટ થયા. નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણા સાથેની તેની પાછળની પાર્ટનરશીપ પણ મહત્વપૂર્ણ રહી."

સુનીલ ગાવસ્કરે કહ્યું કે 37 વર્ષની ઉંમરે પણ કોહલીની ફિટનેસ શાનદાર છે. તે વિકેટો વચ્ચે સારી રીતે દોડે છે, તેથી ગાવસ્કરે આશા વ્યક્ત કરી કે કોહલી તેનામાં રહેલી ક્રિકેટ ક્ષમતાનો લાભ લેશે અને 2032 કે 2033 સુધી રમી શકશે.

મીડિયા રિપોર્ટ મુજબ સુનીલ ગાવસ્કરે કહ્યું કે "કોહલીના કેટલાક શોટ શાનદાર અને સ્પષ્ટ હતા. તે જે રીતે ફિલ્ડિંગ કરે છે અને વિકેટો વચ્ચે દોડે છે તે પણ અદ્ભુત છે. તેની ઉંમર અને અનુભવ હોવા છતાં તે કદાચ તે ટીમનો સૌથી ફિટ ખેલાડી છે. આ પ્રોફેશનલિઝમ છે. સતત મેચ જીતવાનો પ્રયાસ કરવો જ્યારે ટીમ ખૂબ પાછળ હોય ત્યારે તેને સ્પર્ધામાં પાછી લાવવી, અને તમારા રન અને તમારા સાથી ખેલાડીઓ માટે સમાન તીવ્રતાથી દોડવું. તે હાલમાં જે રીતે રમી રહ્યો છે તેમાં ઘણું બધું ગમવા જેવું છે."

આ પણ વાંચો: IND Vs PAK: ભારત-પાકિસ્તાન વચ્ચે એક જ દિવસમાં બે વાર આવશે આમનેસામને! જાણો ડિટેલ્સ



  • Follow us on: