T20 વર્લ્ડકપ 2026માં તમામ 20 ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટનું આયોજન ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરશે. 20 ડિસેમ્બરે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી, જેમાં ઈશાન કિશનને તક મળી. તેને બે વર્ષ પછી ટીમ ઈન્ડિયામાં તક મળી.
ઈશાન કિશન T20 વર્લ્ડકપ 2026માં ભારત માટે રમશે. હવે તેની પ્રતિક્રિયા પણ સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ઈશાન કિશને આપી પોતાની પહેલી પ્રતિક્રિયા
ઈશાન કિશન છેલ્લે 2023માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ત્યારથી તે ટીમમાં જોવા મળ્યો નથી. પરંતુ તેને 2025-26 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું, ટુર્નામેન્ટના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. T20 વર્લ્ડકપ 2026માં રમવાની તક મળ્યા બાદ ઈશાન કિશનએ પોતાનું પહેલું નિવેદન આપ્યું છે.
https://twitter.com/CricCrazyJohns/status/2002312018226000024
સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા તેને કહ્યું કે "હું ખૂબ ખુશ છું." ઈશાને T20 વર્લ્ડકપ 2026 માટે ભારતીય ટીમમાં પાછા ફરવા પર ખુશી વ્યક્ત કરી. તેને તેની હોમ ટીમ ઝારખંડ પર પણ કોમેન્ટ કરી, જેણે તાજેતરમાં 2025-26 સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતી હતી અને કહ્યું કે બધા ખેલાડીઓ સારું રમ્યા.
શુભમન ગિલનું કપાયું પત્તું
શુભમન ગિલને 2026 T20 વર્લ્ડકપ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. તે સતત T20Iમાં ભારત માટે રમ્યો, પરંતુ તેની બેટિંગમાં નોંધપાત્ર પ્રભાવ પાડવામાં નિષ્ફળ ગયો. પરિણામે તેને આગામી વર્લ્ડકપમાંથી બહાર કરવામાં આવ્યો, જેના કારણે ઈશાન કિશન ટીમમાં સ્થાન મળ્યું.
ઈશાન કિશનનું શાનદાર પ્રદર્શન
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઈશાન કિશન સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેને 10 મેચમાં 10 ઈનિંગમાં 57.44 ની એવરેજથી 517 રન બનાવ્યા હતા. 500 રનનો આંકડો પાર કરનાર તે એકમાત્ર બેટ્સમેન હતો. તેને 57.44 ની એવરેજથી 2 સદી અને 2 અડધી સદી ફટકારી હતી.
આ પણ વાંચો: Shubman Gillને T20 વર્લ્ડકપ ટીમમાંથી કેમ બહાર રાખવામાં આવ્યો? કેપ્ટને કર્યો મોટો ખુલાસો