T20 વર્લ્ડકપ 2026 માટે શનિવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. શુભમન ગિલનો 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. શુભમન ગિલના સ્થાને અક્ષર પટેલને વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકા સામેની તાજેતરની T20 સિરીઝમાં ગિલનું પ્રદર્શન ખૂબ નિરાશાજનક રહ્યું હતું.


આમ છતાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કર ગિલના સપોર્ટમાં સામે આવ્યા છે. તેને કહ્યું કે શુભમન ગિલની બાદબાકી આશ્ચર્યજનક હતી અને તેને ટીમમાં સામેલ કરવો જોઈતો હતો.

શુભમન ગિલને બહાર કરવામાં આવ્યો ત્યારે સુનીલ ગાવસ્કરે શું કહ્યું?

સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા સુનીલ ગાવસ્કરે કહ્યું કે "વર્લ્ડકપ ટીમમાંથી ગિલની બાદબાકી ખૂબ જ આશ્ચર્યજનક છે. ગિલ એક ક્લાસિક અને તેજસ્વી બેટ્સમેન છે, જેનું પ્રદર્શન T20 વર્લ્ડકપ પછી પ્રભાવશાળી રહ્યું છે. હા સાઉથ આફ્રિકા સામેની કેટલીક મેચોમાં તેને સંઘર્ષ કર્યો. પરંતુ ક્લાસ કાયમી છે, ફોર્મ કામચલાઉ છે. વધુમાં શુભમન ગિલ લાંબા વિરામ પછી આવ્યો હતો અને ફોર્મથી બહાર હતો. જ્યારે તમે T20 ક્રિકેટમાં ફોર્મથી બહાર હોવ છો, ત્યારે તે મુશ્કેલ હોય છે. T20માં જરૂરી શોટ સરળતાથી આવતા નથી."

સુનીલ ગાવસ્કરે શુભમન ગિલને આપી સલાહ

સુનીલ ગાવસ્કરે કહ્યું કે અમદાવાદથી ફ્લાઈટમાં તેઓ ગિલ અને સૂર્યકુમાર યાદવ સાથે હતા. ગિલ સાથેની વાતચીત દરમિયાન તેમને ભારતીય બેટ્સમેનને મહત્ત્વપૂર્ણ સલાહ આપી. તેમને કહ્યું કે તેમને ગિલને ખરાબ નજરથી બચવા માટે ઘરે કોઈ વડીલને નજર ઉતારવાની સલાહ આપી.

સુનીલ ગાવસ્કરના મતે ક્યારેક ખેલાડીઓ પર ખરાબ નજર પડે છે. સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાં શુભમન ગિલ ખૂબ જ સંઘર્ષ કરી રહ્યો હતો. પહેલી મેચમાં તે ફક્ત 4 રન બનાવીને આઉટ થયો હતો, અને બીજી T20 માં તે પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો હતો. ત્રીજી મેચમાં તેને 28 બોલમાં 28 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: Rohit Sharma છેલ્લે વિજય હજારે ટ્રોફીમાં ક્યારે રમ્યો હતો? હિટમેને મચાવી હતી ધૂમ

  • Follow us on: