T20 વર્લ્ડકપ 2026 માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવ આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે. પરંતુ સૂર્યકુમાર પોતે હાલમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. તેને વર્ષ 2025માં કોઈ રન બનાવ્યા નથી.
પરંતુ T20 વર્લ્ડકપ 2026 પહેલા તેને ફેન્સને ખાતરી આપી છે કે તે ટૂંક સમયમાં તેના જૂના ફોર્મમાં પરત ફરશે. આ દરમિયાન શુભમન ગિલને ખરાબ ફોર્મને કારણે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.
T20 વર્લ્ડકપ 2026 માટે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સૂર્યકુમાર યાદવે પણ પોતાના ફોર્મ વિશે વાત કરી. આ વર્ષે T20 ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન ખરાબ રહ્યું છે, તેની એવરેજ 15 ની આસપાસ છે. પરિણામે આવતા વર્ષે 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા ICC T20 વર્લ્ડકપ પહેલા તેનું ફોર્મ ચર્ચાનો વિષય રહ્યું છે.
સૂર્યકુમાર યાદવે પોતાના ખરાબ ફોર્મ વિશે શું કહ્યું?
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સૂર્યકુમાર યાદવને તેમના ખરાબ ફોર્મ વિશે પૂછવામાં આવ્યું. જવાબ આપતા ભારતીય T20 કેપ્ટને કહ્યું કે "મને ખબર છે કે મારે શું કરવાનું છે, અને હું તે કરીશ. તમે ચોક્કસપણે સૂર્યકુમારને બેટિંગ કરતા જોશો. આ ખરાબ તબક્કો થોડો લાંબો સમય ચાલ્યો છે, પરંતુ ઘણા ખેલાડીઓ પહેલા ખરાબ ફોર્મમાંથી પરત ફર્યા છે."
વર્ષ 2025માં T20 ઈન્ટરનેશનલ મેચોમાં સૂર્યકુમાર યાદવનું ફોર્મ કેવું રહ્યું?
આ વર્ષે ભારત માટે T20 ઈન્ટરનેશનલ મેચોમાં સૂર્યકુમારનું પ્રદર્શન કદાચ એટલું પ્રભાવશાળી ન રહ્યું હોય. IPLમાં તેને મુંબઈ ઈન્ડિયન્સ માટે 16 ઈનિંગમાં 717 રન બનાવ્યા. આ દરમિયાન ભારત માટે 2025 T20 ઈન્ટરનેશનલ મેચોમાં તેનું બેટ સંપૂર્ણપણે શાંત રહ્યું છે. તેને 19 ઈનિંગમાં 13.62ની એવરેજથી ફક્ત 218 રન બનાવ્યા છે, એક પણ અડધી સદી વગર.
T20 વર્લ્ડકપ 2026 માટે ટીમ ઈન્ડિયા
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર.
આ પણ વાંચો: T20 વર્લ્ડકપ 2026 માટે કેમ રિઝર્વ ખેલાડીઓની ન કરવામાં આવી જાહેરાત? BCCI સચિવે જણાવ્યું કારણ