ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડકપ 2026 મેચ 15 ફેબ્રુઆરીએ રમાઈ રહી છે. ભારતે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું, 175 રન બનાવ્યા, જેના જવાબમાં પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી. ટીમે ફક્ત 6 ઓવરમાં તેના 4 મુખ્ય બેટ્સમેન ગુમાવી દીધા. પાકિસ્તાનનો સ્ટાર બેટ્સમેન બાબર આઝમ આ મેચમાં ફ્લોપ રહ્યો. હવે તેનું T20 કરિયર જોખમમાં છે.
બાબર આઝમ થઈ ગયો સ્તબ્ધ
4.5મી ઓવરમાં અક્ષર પટેલે પોતાની સ્પિન બોલિંગથી બાબર આઝમને હેરાન કર્યો. મોટો શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે તે ક્લીન બોલ્ડ થયો. 7 બોલમાં 5 રન બનાવીને બાબર આઉટ થયો. T20 વર્લ્ડકપમાં બાબર આઝમની બેટિંગ એવરેજ રહી છે. તેને એક પણ અડધી સદી ફટકારી નથી.
બાબર આઝમે રમેલી 3 મેચોમાંથી કોઈ પણ મેચમાં તે ફોર્મમાં જોવા મળતો નથી. તેથી એવું કહી શકાય કે બાબરની T20 કરિયર હવે જોખમમાં છે. નેધરલેન્ડ્સ સામે T20 વર્લ્ડકપની પહેલી મેચમાં તેને 18 બોલમાં 15 રન બનાવ્યા હતા. વધુમાં યુએસએ સામે પણ તેને 32 બોલમાં 46 રનની સામાન્ય ઈનિંગ રમી હતી.
ભારતે 175 રન બનાવ્યા
પાકિસ્તાન સામેની મેચમાં પણ ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. અભિષેક શર્મા શૂન્ય રન પર આઉટ થયો હતો. પરંતુ ત્યારબાદ ભારત તરફથી ઈશાન કિશને બાજી સંભાળી. તેને 40 બોલમાં 77 રનની શાનદાર અડધી સદી ફટકારી. તેની ઈનિંગ દરમિયાન તેને 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા.
114 રનમાં ઓલઆઉટ થઈ પાકિસ્તાનની ટીમ
ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડકપ 2026માં પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું. પહેલા બેટિંગ કરતા ભારતે 175 રન બનાવ્યા. જવાબમાં પાકિસ્તાને 18 ઓવરમાં બધી વિકેટ ગુમાવી દીધી અને માત્ર 114 રન જ બનાવી શક્યું.
આ પણ વાંચો: Nepalએ પાકિસ્તાનને છોડ્યું પાછળ, T20 વર્લ્ડકપમાં સર્જાયો મોટો અપસેટ