BCCIએ T20 વર્લ્ડકપ 2026 દરમિયાન ભારતીય ક્રિકેટરોના પરિવાર સાથે રહેવા અંગે કડક વલણ અપનાવ્યું છે. ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ BCCI સમક્ષ ખાસ માગ કરી હતી, પરંતુ બોર્ડે તેમની માગણી ફગાવી દીધી છે.


ટીમ મેનેજમેન્ટે BCCIને પૂછ્યું હતું કે શું ભારતીય ખેલાડીઓ આ વર્લ્ડકપમાં તેમના પરિવાર સાથે મુસાફરી કરી શકે છે કે નહીં. BCCIએ ટીમ મેનેજમેન્ટની આ વિનંતીને ફગાવી દીધી હતી. BCCIએ તેની નીતિમાં પહેલાથી જ ઉલ્લેખ કર્યો હતો કે ખેલાડીઓના પરિવારો તેમની સાથે કેટલા દિવસ અને ક્યારે રહી શકે છે. આ નીતિ મુજબ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના પરિવારોને T20 વર્લ્ડકપ દરમિયાન તેમની સાથે રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

BCCIએ ખેલાડીઓ માટે બનાવી છે ખાસ નીતિ

મીડિયા રિપોર્ટ મુજબ ટીમ મેનેજમેન્ટે ક્રિકેટરોના પરિવારોને તેમની સાથે રહેવાની પરવાનગી માગી હતી. BCCIએ આ પર કોઈ પ્રતિબંધ લાદ્યો નથી, પરંતુ સમય મર્યાદા નક્કી કરી છે. બોર્ડના નિયમો મુજબ ખેલાડીઓના પરિવારો તેમની સાથે વધુમાં વધુ 14 દિવસ રહી શકે છે. આ નિયમ ફક્ત વિદેશી પ્રવાસો પર જ લાગુ પડે છે, પરંતુ શરત એ છે કે કોઈપણ વિદેશી પ્રવાસ 45 દિવસથી વધુ ચાલવો જોઈએ. T20 વર્લ્ડકપ 2026 ભારતમાં રમાઈ રહ્યો છે અને આ ટુર્નામેન્ટ એક મહિના સુધી ચાલવાની છે, તેથી બોર્ડે ટીમ મેનેજમેન્ટની વિનંતીને નકારી કાઢી.

બોર્ડે ખેલાડીઓની માગણીઓને નકારી કાઢી

BCCIના એક સૂત્રના જણાવ્યા મુજબ ભારતીય ટીમ મેનેજમેન્ટે BCCIને પૂછ્યું હતું કે શું ખેલાડીઓની પત્નીઓ અને ભાવિ પત્નીઓ ટીમ સાથે મુસાફરી કરી શકે છે અને તેમની સાથે રહી પણ શકે છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે પરિવારોને ખેલાડીઓ સાથે રહેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પરંતુ જો ખેલાડીઓ ઈચ્છે તો, તેઓ તેમના પરિવારો માટે અલગ વ્યવસ્થા કરી શકે છે. પરંતુ તેઓ એક જ હોટલમાં રહી શકતા નથી.

ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં રમશે 4 મેચ

ટીમ ઈન્ડિયાએ આ T20 વર્લ્ડકપમાં પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી. તેમને પોતાની પહેલી મેચમાં USAને 29 રનથી હરાવ્યું હતું. આ પછી ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજમાં વધુ 3 મેચ રમશે. લીગ સ્ટેજમાં ટીમ ઈન્ડિયા 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં પાકિસ્તાન સામે એક મેચ રમશે. તે પછી બાકીની મેચો ભારતમાં રમાશે. આ પછી સુપર 8 મેચો શરૂ થશે. ટીમ ઈન્ડિયા તેની સુપર 8 મેચો પણ ભારતમાં રમશે.

આ પણ વાંચો: ICCએ ન સ્વીકારી પાકિસ્તાનની કોઈપણ શરત, આપ્યું ફાઈનલ અલ્ટીમેટમ

  • Follow us on: