ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ 2026ના અંતિમ સુપર 8 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટથી હરાવીને સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું. કોલકાતામાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 196 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ટીમ ઈન્ડિયાએ માત્ર 19.2 ઓવરમાં જ હાંસલ કરી લીધો. ભારત માટે સંજુ સેમસને 50 બોલમાં અણનમ 97 રન બનાવ્યા અને ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી. તેની સાથે શિવમ દુબે 8 રન બનાવીને અણનમ રહ્યો. આ દરમિયાન તિલક વર્માએ 15 બોલમાં 27 રન, કેપ્ટન સૂર્યકુમાર યાદવે 18 રન અને હાર્દિક પંડ્યાએ 17 રન બનાવ્યા. વેસ્ટ ઈન્ડિઝ માટે જેસન હોલ્ડર અને શમર જોસેફે 2-2 વિકેટ લીધી, જ્યારે આકીલ હુસેને 1 વિકેટ લીધી.

U-18 Asia Cup 2026 : મહિલા હોકી ટીમે સિંગાપોરને 25-0થી હરાવ્યું, સેમિફાઇનલમાં મારી એન્ટ્રી









