સવાલ એ છે કે ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડકપ 2026ની સેમીફાઈનલ જીતવા માટે કઈ પ્લેઈંગ ઈલેવનમાં મેદાનમાં ઉતરશે. આ મેચ ઈંગ્લેન્ડ સામે છે અને આ ટીમ સામે શાનદાર ક્રિકેટ રમવા માટે ટીમ ઈન્ડિયાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય ટીમે તેની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. વેસ્ટ ઈન્ડીઝ સામે રમનાર ટીમને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેદાનમાં ઉતારવામાં આવશે. આનો અર્થ એ થયો કે સતત ખરાબ પ્રદર્શન કરી રહેલા અભિષેક શર્માને પણ સેમીફાઈનલ માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવશે.
ટીમ ઇન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને જસપ્રીત બુમરાહ.
આનો અર્થ એ થયો કે કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, રિંકુ સિંહ અને વોશિંગ્ટન સુંદર ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં રમશે નહીં.
શરૂઆતના તબક્કામાં કોઈ ફેરફાર થશે?
ટીમ ઈન્ડિયાએ તેમના પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ મોટો સવાલ એ છે કે શું ટીમ ઈન્ડિયા તેની ઓપનિંગ જોડી બદલશે. અભિષેક શર્મા ઓપનિંગમાં સતત નિષ્ફળ રહ્યો છે. તે સતત 3 વખત શૂન્ય પર આઉટ થયો છે. તેને ઝિમ્બાબ્વે સામે અડધી સદી ફટકારી હતી, પરંતુ વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 10 રન જ બનાવી શક્યો હતો. પરંતુ વાનખેડે સ્ટેડિયમમાં અભિષેક શર્માનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, તેને આ મેદાન પર ઈંગ્લેન્ડ સામે સદી પણ ફટકારી હતી.
T20 વર્લ્ડકપમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે જોરદાર સ્પર્ધા
T20 વર્લ્ડકપમાં હંમેશા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી છે. બંને ટીમો અત્યાર સુધી 5 મેચ રમી છે, જેમાં ભારતે 3 અને ઈંગ્લેન્ડે 2 મેચ જીતી છે. ગયા T20 વર્લ્ડકપમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. હવે કોણ જીતશે તે જોવાનું રહેશે.
આ પણ વાંચો: NZ Vs SA: મિચેલના કેચ પર શરૂ થયો વિવાદ, એડન માર્કરામ ખરેખર આઉટ થયો? જુઓ VIDEO