T20 વર્લ્ડ કપ 2026ની 27મી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલંબોમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા. T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો આ સૌથી મોટો સ્કોર છે. જો પાકિસ્તાન આ મેચ જીતવા માગે છે તો તેણે 176 રન બનાવીને ઈતિહાસ રચવો પડશે. જોકે, આ લક્ષ્યનો પીછો કરવો પાકિસ્તાન માટે સરળ રહેશે નહીં.
ભારતે 2022 T20 વર્લ્ડ કપનો રેકોર્ડ તોડ્યો
આ પહેલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો સૌથી વધુ સ્કોર 160 રન હતો. ટીમ ઈન્ડિયાએ 2022 વર્લ્ડ કપમાં આ સ્કોર હાંસલ કર્યો હતો. તે મેચમાં ટીમ ઈન્ડિયાએ 160 રનનો પીછો કર્યો અને 4 વિકેટે જીત મેળવી. તે મેચમાં વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયા માટે 53 બોલમાં 82 રનની ઐતિહાસિક ઈનિંગ રમી હતી. જોકે, આ મેચમાં 175 રન બનાવીને ટીમ ઈન્ડિયાએ પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે.













