કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી આ મેચ પર તમામ ફેન્સની નજર છે. બંને ટીમો પર આ મેચમાં સારું પ્રદર્શન કરવાનું દબાણ છે. બંને ટીમોએ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી 2-2 મેચ જીતી છે.


આ મેચમાં જીત સુપર 8માં સ્થાન નિશ્ચિત કરશે. ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે મોટી મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે.

કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્લેઈંગ 11 વિશે શું કહ્યું?

ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. પ્લેઈંગ ઈલેવન વિશે એક મહત્વપૂર્ણ સંકેત આપતાં તેને સ્પષ્ટ કર્યું કે અભિષેક શર્મા ફરી રમશે તે નક્કી છે. તેને પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગાના નિવેદનનો મજાકમાં જવાબ આપતા કહ્યું કે "જો પાકિસ્તાની કેપ્ટન ઈચ્છે તો અમે અભિષેક શર્માને રમાડીશું."

ઉસ્માન તારિક વિશે વાત કરતા સૂર્યકુમાર યાદવે કહ્યું કે "જો તમને પરીક્ષામાં અભ્યાસક્રમની બહારનો કોઈ સવાલ આવે, તો તમે તેને ઈગ્નોર કરી શકશો નહીં; તેના બદલે, તમે તેનો જવાબ આપવાનો પ્રયાસ કરો છો. અમે પણ એવું જ કરવાનો પ્રયાસ કરીશું. એવું નથી કે અમે અસામાન્ય ક્રિયાઓવાળા બોલરો સામે પ્રેક્ટિસ કરી નથી. અમે યોજના બનાવીશું અને તે મુજબ પ્રેક્ટિસ કરીશું."

કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ હાથ મિલાવવાના વિવાદ પર વાત કરી

પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ હાથ મિલાવવાના વિવાદને નકારી કાઢ્યો અને તેનો દોષ સૂર્યા પર મૂક્યો. સૂર્યકુમાર યાદવે જવાબ આપ્યો, "24 કલાક રાહ જુઓ. સારું ખાઓ, સારી ઊંઘ લો, અને કાલે જોઈશું." તેમને પાકિસ્તાન ટીમની પ્રશંસા કરતા કહ્યું કે "પાકિસ્તાન તાજેતરમાં સારું ક્રિકેટ રમી રહ્યું છે. તેઓ થોડા સમયથી શ્રીલંકામાં છે, તેથી શ્રીલંકામાં રમવું તેમના માટે ફાયદાકારક રહેશે."

ભારત-પાકિસ્તાન મેચના દબાણ વિશે વાત કરતા સૂર્યકુમાર યાદવે કહ્યું કે "દબાણ હંમેશા રહે છે. ભારત અને પાકિસ્તાન સાથે તે એક પ્રસંગ જેવું છે. આપણે ગમે તેટલું કહીએ કે 'આ ફક્ત બીજી રમત છે,' દબાણમાં રહેવું એ માનવ સ્વભાવ છે કારણ કે તે બીજી કોઈ રમત જેવી નથી. આપણે તેમની સામે વારંવાર રમતા નથી. તેથી દબાણ હંમેશા રહે છે."

આ પણ વાંચો: Nepalએ પાકિસ્તાનને છોડ્યું પાછળ, T20 વર્લ્ડકપમાં સર્જાયો મોટો અપસેટ


  • Follow us on: