ભારતે ટી20 વર્લ્ડકપ 2026ની ફાઈનલ મેચમાં ઐતિહાસિક જીત મેળવીને દેશનું ગૌરવ વધાર્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ રોમાંચક ફાઈનલમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને ટાઈટલ પોતાના નામે કર્યું છે. ભારતની જીત સાથે જ સ્ટેડિયમમાં હાજર હજારો ફેન્સ આનંદથી ઝૂમી ઉઠ્યા.

ભારતની જીત બાદ સમગ્ર દેશ સહિત ગુજરાતભરમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ. અનેક શહેરોમાં ક્રિકેટરસીકો રસ્તા પર ઉતરી આવ્યા અને ભવ્ય રીતે જીતની ઉજવણી કરી.

લોકો ઢોલ-નગારા વગાડતા, દેશભક્તિના ગીતો પર નાચતા અને તિરંગો લહેરાવીને ટીમ ઈન્ડિયાની જીતનો આનંદ માણતા જોવા મળ્યા .

અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત અનેક શહેરોમાં લોકો મોટી સંખ્યામાં ભેગા થઈને ફટાકડા ફોડ્યા અને એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી.

યુવાનો અને બાળકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો. સોશિયલ મીડિયા પર પણ ફેન્સ ભારતીય ટીમને જીત બદલ અભિનંદન પાઠવી રહ્યા છે.

આ જીત સાથે ભારતે ટી20 વર્લ્ડકપમાં પોતાનો મજબૂત દબદબો ફરી સાબિત કરી દીધો છે. ટીમના શાનદાર પ્રદર્શનને લઈને ફેન્સમાં ગર્વની લાગણી જોવા મળી રહી છે અને દેશભરમાં જીતની ઉજવણીનો માહોલ છવાઈ ગયો છે.