ICC T20 વર્લ્ડકપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ગ્રાન્ડ મેચને લઈને સસ્પેન્સ હવે સમાપ્ત થઈ ગયું છે. પાકિસ્તાને ટુર્નામેન્ટમાં મેચના બોયકોટ કર્યા પછી ભારત અને પાકિસ્તાન 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં એકબીજા સામે ટકરાશે. આ સમગ્ર ઘટના પર BCCI તરફથી પહેલી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે.


BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ આ વિવાદનો ઉકેલ લાવવાનો શ્રેય સર્વોચ્ચ ક્રિકેટ સંસ્થા ICCને આપ્યો છે. તેમને કહ્યું કે ક્રિકેટને પ્રાથમિકતા આપતા એક સૌહાર્દપૂર્ણ ઉકેલ મળી આવ્યો છે, જેનાથી કરોડો ફેન્સને મોટી રાહત મળી છે.

ICC પહેલ દ્વારા ઉકેલ મળ્યો

મીડિયા સાથે વાત કરતા રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે ICC પ્રતિનિધિઓની પહેલ અને ICC ચેરમેનની દેખરેખ હેઠળ થયેલી ચર્ચાઓએ આ મુદ્દાના ઉકેલમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમને સમજાવ્યું કે ICC પ્રતિનિધિઓએ PCB અને BCB સાથે વાતચીત કરવા માટે લાહોરનો પ્રવાસ કર્યો હતો, જેના કારણે આ સકારાત્મક પરિણામ આવ્યું છે.


રાજીવ શુક્લાએ આ પરિણામ પર આનંદ વ્યક્ત કર્યો. ICC પ્રતિનિધિઓની પહેલ, ચેરમેનની દેખરેખ અને પાકિસ્તાન અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ સાથેની ચર્ચાઓથી ક્રિકેટના મહત્વને પ્રાથમિકતા આપતો સકારાત્મક અને સૌહાર્દપૂર્ણ ઉકેલ આવ્યો છે. આ માટે ICC સંપૂર્ણ અભિનંદનને પાત્ર છે.

ICC માટે મોટી સિદ્ધિ

BCCIના ઉપપ્રમુખે આને ICC માટે એક મોટી સિદ્ધિ ગણાવી અને કહ્યું કે પાકિસ્તાનને વાતચીતના ટેબલ પર લાવવું અને સમયસર આ મુદ્દાનું નિરાકરણ લાવવું સરળ ન હતું. તેમને વધુમાં કહ્યું કે આ ICC માટે એક મોટી સિદ્ધિ છે. તેઓ આ પહેલ કરવા અને પાકિસ્તાનને વાતચીત માટે તૈયાર કરવા બદલ ICCનો આભાર માનવા માગે છે. આખરે પાકિસ્તાને કોલંબોમાં મેચ રમવાનું નક્કી કર્યું અને મેચ 15 ફેબ્રુઆરીના રોજ નિર્ધારિત સમય મુજબ રમાશે. આ આપણા બધા માટે સારા સમાચાર છે, અને હવે આ વર્લ્ડકપ એક મોટી સફળતાની સ્ટોરી બનશે.

બાંગ્લાદેશને પણ મળી રાહત

રાજીવ શુક્લાએ એમ પણ જણાવ્યું હતું કે આ વાતચીત દરમિયાન બાંગ્લાદેશની લાગણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પરંતુ બાંગ્લાદેશ T20 વર્લ્ડકપમાં ભાગ લઈ શકતું નથી, તેમ છતાં તેમના બોર્ડને થોડી રાહત આપવામાં આવી છે અને તેઓ ICCના પ્રયાસોથી સંતુષ્ટ છે. તેમને વધુમાં કહ્યું કે વાટાઘાટો દરમિયાન બાંગ્લાદેશની લાગણીઓને ધ્યાનમાં લેવામાં આવી હતી અને તેમના બોર્ડને થોડી રાહત આપવામાં આવી છે. તેઓ પણ આ ઉકેલથી ખુશ છે અને ICCના પ્રયાસોની પ્રશંસા કરે છે. આ દરેક માટે વિન-વિન પરિસ્થિતિ છે.

આ પણ વાંચો: ICCએ ન સ્વીકારી પાકિસ્તાનની કોઈપણ શરત, આપ્યું ફાઈનલ અલ્ટીમેટમ



  • Follow us on: