ભારતીય ટીમે છેલ્લી સુપર-8 મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 19.2 ઓવરમાં 196 રનના ટાર્ગેટનો પીછો કરીને ICC T20 વર્લ્ડકપ 2026 ના સેમીફાઈનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું હતું. આ મેચ ટીમ ઈન્ડિયા માટે વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઈનલ હતી, જેમાં સંજુ સેમસન બેટથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, અંત સુધી અણનમ રહી અને ટીમ માટે ઐતિહાસિક જીત સાથે પરત ફર્યો હતો.

સંજુ સેમસનની 50 બોલમાં 97 રનનીઈનિંગ જોવા મળી, જેમાં તેને 12 ચોગ્ગા અને 4 છગ્ગા પણ ફટકાર્યા હતા. આ ઈનિંગ સાથે સંજુ સેમસને વિરાટ કોહલીનો એક મોટો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

સંજુ સેમસને વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો

આ મેચ પહેલા વિરાટ કોહલીના નામે T20 વર્લ્ડકપના ઈતિહાસમાં સફળ ચેઝમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ હતો. તેને 2016ના T20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામે મોહાલીમાં અણનમ 82 રનની ઈનિંગ રમીને ભારતને જીત અપાવી હતી અને પછી 2022માં તેને મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાકિસ્તાન સામે 160 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે અણનમ 82 રન બનાવ્યા હતા.

https://twitter.com/StarSportsKan/status/2028159554060689664

સંજુ સેમસને હવે વેસ્ટ ઈન્ડીઝ સામે અણનમ 97 રનની ઈનિંગ રમીને કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ જીત સાથે ભારતીય ટીમે 2016ના T20 વર્લ્ડકપમાં વેસ્ટ ઈન્ડીઝ સામેની તેમની અગાઉની સેમીફાઈનલ હારનો બદલો લીધો.

જીત સેલિબ્રેશનનો વાયરલ થયો વીડિયો

સંજુ સેમસનનું ફોર્મ T20 વર્લ્ડકપ શરૂ થયા પહેલા ખૂબ જ ચર્ચામાં હતું, તેને આ મેચ પહેલા ટુર્નામેન્ટમાં ફક્ત 2 મેચ રમી હતી. પરિણામે વેસ્ટ ઈન્ડિઝ સામેની આ મેચ ભારે દબાણ હેઠળ હતી, પરંતુ તેને તેના શાનદાર અણનમ 97 રનથી બધા ટ્રોલર્સને સંપૂર્ણપણે શાંત કરી દીધા. વિજયી બાઉન્ડ્રી ફટકાર્યા પછી સંજુ સેમસન મેદાન પર બેસી ગયો અને ભગવાનનો આભાર માન્યો, તેના ફેસ પર ખુશી જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયા હવે 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડનો સામનો કરશે.

આ પણ વાંચો: IND Vs WI મેચ વરસાદને કારણે રદ્દ થાય, તો સેમીફાઈનલમાં કોને ટિકિટ મળશે?