ICC વિમેન્સ T20 વર્લ્ડકપ 2026 આવતા મહિને શરૂ થવાનો છે, જેના માટે યજમાન ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડે તાજેતરમાં જ પોતાની ટીમોની જાહેરાત કરી છે. આ દરમિયાન ટુર્નામેન્ટ માટે ત્રીજી ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમ ભારતીય ક્રિકેટ ટીમ છે.
BCCIએ 2 મેના રોજ T20 વર્લ્ડપ માટે ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમે ગયા વર્ષે પહેલીવાર ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. હવે ટીમ ઈન્ડિયા પોતાનો પહેલો T20 વર્લ્ડકપ ખિતાબ જીતવા પર નજર રાખી રહી છે.
મુંબઈમાં BCCI મુખ્યાલય ખાતે યોજાયેલી સિલેક્શન કમિટીએ ટુર્નામેન્ટ માટે 15 ભારતીય ખેલાડીઓની પસંદગી કરી. ગયા વખતની જેમ હરમનપ્રીત કૌરને ટીમની કમાન સોંપવામાં આવી છે. સ્મૃતિ મંધાનાને વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી છે. સ્મૃતિ મંધાના સિવાય કેપ્ટનને બેટિંગ લાઈનઅપમાં શેફાલી વર્મા, જેમીમા રોડ્રિગ્સ અને રિચા ઘોષ જેવા મુખ્ય ખેલાડીઓનો સપોર્ટ મળશે, જ્યારે દીપ્તિ શર્મા અને રેણુકા સિંહ બોલિંગની જવાબદારી સંભાળશે.
નંદની શર્માને પહેલી વાર ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ચંદીગઢની 24 વર્ષની ફાસ્ટ બોલર વિમેન્સ પ્રીમિયર લીગની તેની પ્રથમ સીઝનમાં સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતી. તેને WPL 2026માં દિલ્હી કેપિટલ્સ માટે 17 વિકેટ લીધી હતી.
12 ટીમો લેશે ભાગ
ICC વિમેન્સ T20 વર્લ્ડકપ 2026 12 જૂનથી શરૂ થશે અને ફાઈનલ 5 જુલાઈએ રમાશે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આયોજિત આ ટુર્નામેન્ટમાં કુલ 12 ટીમો ભાગ લેશે, જેને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. ભારતને ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સ સાથે ગ્રુપ A માં રાખવામાં આવ્યું છે.
ટીમ ઈન્ડિયા 14 જૂને પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પછી ટીમ ઈન્ડિયા પોતાની બીજી મેચમાં નેધરલેન્ડ્સ સામે ટકરાશે. ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે ટકરાશે. ચોથી મેચમાં ભારત બાંગ્લાદેશ સામે ટકરાશે. તેના અંતિમ લીગ સ્ટેજ મેચમાં ભારતનો સામનો મજબૂત ઓસ્ટ્રેલિયા સામે થશે.
T20 વર્લ્ડકપ 2026 માટે ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમનું શેડ્યૂલ
14 જૂન, 2026: ભારત વિ પાકિસ્તાન, બર્મિંગહામ
17 જૂન, 2026: ભારત વિ નેધરલેન્ડ, લીડ્સ
21 જૂન, 2026: ભારત વિ સાઉથ આફ્રિકા, માન્ચેસ્ટર
25 જૂન, 2026: ભારત વિ બાંગ્લાદેશ, માન્ચેસ્ટર
28 જૂન, 2026: ભારત વિ ઓસ્ટ્રેલિયા, લંડન (લોર્ડ્સ)
ICC વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતની વિમેન્સ ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, જેમીમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), અરુંધતી રેડ્ડી, રેણુકા ઠાકુર, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી, શ્રેયંકા પાટિલ, ભારતી ફુલમાલી, યસ્તિકા ભાટિયા (વિકેટકીપર), નંદની શર્મા અને રાધા યાદવ.
આ પણ વાંચો: Vaibhav Sooryavanshi રાજસ્થાન રોયલ્સ છોડીને MI માટે રમશે? અનુભવી ક્રિકેટરના નિવેદનથી થયો વિવાદ