ટીમ ઈન્ડિયા તેની આગામી સુપર 8 મેચ ઝિમ્બાબ્વે સામે રમશે. આ મેચમાં જીત ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ રહેશે. 1 હાર ટીમ ઈન્ડિયાના ટાઈટલ જીતવાના સ્વપ્નને ચકનાચૂર કરી શકે છે. આ પરિસ્થિતિમાં દરેક ખેલાડીનું પ્રદર્શન આ મેચનો માર્ગ અને પરિણામ નક્કી કરશે.
ટીમ ઈન્ડિયાનો શક્તિશાળી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઝિમ્બાબ્વે સામેની મેચમાં ઈતિહાસ રચવાની ખૂબ નજીક છે. આ મેચમાં માત્ર 3 વિકેટ લેવાથી તે એલિટ લિસ્ટમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી લેશે.
ઝિમ્બાબ્વે સામે ઈતિહાસ રચશે જસપ્રીત બુમરાહ
જો જસપ્રીત બુમરાહ ઝિમ્બાબ્વે સામેની મેચમાં 3 વિકેટ લે છે, તો તે તેના ઈન્ટરનેશનલ કરિયરમાં 500 વિકેટ પૂર્ણ કરશે. તે આ સિદ્ધિ મેળવનાર આઠમો ભારતીય બોલર બનશે. તેને અત્યાર સુધીમાં 232 ઈન્ટરનેશનલ મેચોમાં 20.56 ની એવરેજ સાથે 497 વિકેટ લીધી છે. તેને 18 વખત 5 વિકેટ પણ લીધી છે. તેને ટેસ્ટમાં 234 વિકેટ લીધી છે, જ્યારે વનડેમાં તેને 88 ઈનિંગમાં 149 વિકેટ લીધી છે. T20 ઈન્ટરનેશનલ મેચોમાં તેને 88 ઈનિંગમાં 114 વિકેટ લીધી છે.
T20 વર્લ્ડકપમાં ભારત માટે સૌથી વધુ વિકેટો
ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે મેચ હારી ગઈ હતી, પરંતુ જસપ્રીત બુમરાહે મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. તેને 4 ઓવરમાં 15 રન આપ્યા હતા અને 3 વિકેટ લીધી હતી. તેને ટુર્નામેન્ટમાં અત્યાર સુધી 4 મેચમાં 7 વિકેટ લીધી છે. આ સાથે તેને છેલ્લી મેચમાં આર. અશ્વિનને પાછળ છોડી દીધો હતો અને T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો. હવે તેના નામે 33 વિકેટ છે.
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની મેચ 26 ફેબ્રુઆરીએ સાંજે 7 વાગ્યે રમાશે
T20 વર્લ્ડકપ 2026માં ટીમ ઈન્ડિયા તેની આગામી સુપર 8 મેચ 26 ફેબ્રુઆરીએ રમશે. આ દિવસે ચેન્નાઈમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે મેચ રમાશે. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે અને ટોસ અડધો કલાક વહેલો સાંજે 6:30 વાગ્યે થશે.
આ પણ વાંચો: IND Vs ZIM: ચેપોકમાં બેટર કે બોલર કોનો રહેશે દબદબો? જાણો કેવું રહેશે હવામાન?