પાકિસ્તાને યુએસએને 32 રનથી હરાવ્યું. આ T20 વર્લ્ડકપ 2026માં પાકિસ્તાનની સતત બીજી જીત છે. કોલંબોમાં રમાયેલી મેચમાં પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને 190 રન બનાવ્યા. જવાબમાં યુએસએ નિર્ધારિત 20 ઓવરમાં ફક્ત 158 રન જ બનાવી શક્યું. પાકિસ્તાન માટે સાહિબજાદા ફરહાને મેચવિનિંગ 73 રન બનાવ્યા. પાકિસ્તાને T20 વર્લ્ડકપ 2024માં મળેલી તેમની હારનો બદલો પણ લીધો.


સાહિબજાદા ફરહાનની ધમાકેદાર બેટિંગ

આ મેચમાં યુએસએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. જ્યારે પાકિસ્તાન બેટિંગ કરવા આવ્યું ત્યારે સાહિબજાદા ફરહાને 41 બોલમાં 73 રનની વિસ્ફોટક ઈનિંગ રમી. બાબર આઝમે પણ 32 બોલમાં 46 રન બનાવ્યા. અંતિમ ઓવરમાં શાદાબ ખાને પણ 12 બોલમાં 30 રનની ઝડપી ઈનિંગ રમી. યુએસએના બોલરોએ અંતિમ 2 ઓવરમાં 5 વિકેટ લીધી.

પાકિસ્તાને લીધો બદલો

6 જૂન, 2024ના રોજ પાકિસ્તાન ક્રિકેટ ટીમને મોટો અપસેટનો સામનો કરવો પડ્યો. અમેરિકાની ટીમે સુપર ઓવરમાં ગયેલી મેચમાં પાકિસ્તાની ટીમને હરાવીને દુનિયાભરમાં ધૂમ મચાવી દીધી હતી. 2 વર્ષ પહેલાંની તે હારનો બદલો લેતા પાકિસ્તાને અમેરિકાને 32 રનથી હરાવ્યું.

યુએસએ માટે શુભમ રંજને અંત સુધી લડ્યા, 30 બોલમાં 51 રન બનાવ્યા. શાયન જહાંગીરે પણ 49 રનની મજબૂત ઈનિંગ રમી, પરંતુ તે યુએસએને જીત તરફ દોરી શક્યો નહીં. આ યુએસએનો સતત બીજી હાર છે, જેના કારણે સુપર 8 માં પહોંચવાની તેમની શક્યતાઓ ઘટી ગઈ છે.

ઉસ્માન તારિકની શાનદાર બોલિંગ

ઉસ્માન તારિકે યુએસએની બેટિંગ લાઈન-અપને હેરાન કરી દીધી, તેની વિચિત્ર એક્શન ફેન્સ માટે ધ્યાનનું કેન્દ્ર બની. તેને 4 ઓવરમાં માત્ર 27 રન આપીને 3 વિકેટ લીધી. તેને ઈનિંગની 19મી ઓવરમાં સતત 2 બોલમાં 2 વિકેટ પણ લીધી, પરંતુ હેટ્રિક ચૂકી ગયો.

આ પણ વાંચો: ICCએ ન સ્વીકારી પાકિસ્તાનની કોઈપણ શરત, આપ્યું ફાઈનલ અલ્ટીમેટમ

  • Follow us on: