સંજુ સેમસનનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. T20 વર્લ્ડકપ 2026માં ટીમ ઈન્ડિયાને ઐતિહાસિક જીત અપાવવામાં ICCએ તેમની પ્રતિભાને હવે સ્વીકારી છે.


ICCએ સંજુ સેમસનને માર્ચ મહિના માટે પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કર્યો છે, જે મહિનામાં તેને સતત 3 અડધી સદી ફટકારી હતી. આ સાથે સંજુ સેમસને ઈતિહાસ રચ્યો છે અને એક નવો અધ્યાય લખ્યો છે.

સંજુએ 3 મેચોમાં અડધી સદી ફટકારી

ICC T20 વર્લ્ડકપ 2026માં શાનદાર પ્રદર્શન કરનાર સંજુ સેમસનને માર્ચ મહિનાનો પ્લેયર ઓફ ધ મંથ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે T20 વર્લ્ડકપ શરૂ થયો ત્યારે સંજુ સેમસન ભારતીય ટીમની પ્લેઈંગ ઇલેવનનો ભાગ ન હતો.

પરંતુ જેમ જેમ ટુર્નામેન્ટ આગળ વધતી ગઈ તેમ તેમ તેને વધુ બેટિંગની જરૂર અનુભવાતી ગઈ. તેને ઈનિંગની શરૂઆત કરી, પરંતુ શરૂઆતની કેટલીક ઈનિંગમાં તે પ્રભાવિત કરવામાં નિષ્ફળ ગયો. પરંતુ 1 માર્ચે ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે નોકઆઉટ મેચ શરૂ થતાં જ સંજુ સેમસન ધમાકેદાર બેટિંગ કરવા લાગ્યો.


વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સામે રમાયેલી વિસ્ફોટક ઈનિંગ

સંજુએ વેસ્ટ ઈન્ડિઝ સામે 97 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી, જોકે તે 3 રનથી પોતાની સદી ચૂકી ગયો હતો. પરંતુ તેને સેમીફાઈનલમાં ભારતનું સ્થાન સુરક્ષિત કર્યું. ત્યારબાદ સંજુએ ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં 89 રનની શાનદાર ઈનિંગ રમી. જ્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડકપ 2026ની ફાઇનલ રમાઈ હતી, ત્યારે સંજુએ 89 રન બનાવ્યા હતા.

માર્ચ મહિનામાં સંજુ સેમસનનું પ્રદર્શન કેવું રહ્યું?

માર્ચ મહિનામાં જ સંજુ સેમસન 3 T20I મેચ રમ્યો, જેમાં તેને 137.50 ની એવરેજ અને 199.27 ના સ્ટ્રાઈક રેટથી 275 રન બનાવ્યા. તેને સતત 2 વખત પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ પણ જીત્યો. તેને ICC T20I રેન્કિંગમાં પણ નોંધપાત્ર સુધારો કર્યો અને ટોપ 20 માં સ્થાન મેળવ્યું. આ પહેલી વાર છે જ્યારે સંજુ સેમસનને ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ મળ્યો છે.

ICC એવોર્ડ મેળવનાર કેરળનો પ્રથમ ખેલાડી

સંજુ સેમસનએ આ એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે. તે કેરળનો આ પ્રતિષ્ઠિત ICC એવોર્ડ મેળવનાર પ્રથમ અને એકમાત્ર ખેલાડી બન્યો છે. અગાઉ ઘણા ભારતીય ખેલાડીઓ આ એવોર્ડ જીતી ચૂક્યા છે, પરંતુ આ પહેલી વાર છે જ્યારે કેરળે આ સિદ્ધિ મેળવી છે. આ સાથે સંજુએ કેરળના ક્રિકેટ ઈતિહાસમાં એક નવો અધ્યાય લખ્યો છે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: