ICC T20 વર્લ્ડકપ 2026 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે, જેમાં બધાની નજર 15 ફેબ્રુઆરીએ કોલંબોના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી ગ્રુપ A મેચ પર કેન્દ્રિત છે. ગયા મહિનાથી ICCએ બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી બહાર કાઢ્યું ત્યારથી આ મેચ ખૂબ ચર્ચાનો વિષય બની રહી છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આને લઈને હોબાળો મચાવી રહ્યું છે, પાકિસ્તાન સરકારે તેની ટીમને ભારતીય ટીમ સામેની મેચને બોયકોટ કરવાનો આદેશ આપ્યો છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ હવે આને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
સૌરવ ગાંગુલીએ પાકિસ્તાનના નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું
પાકિસ્તાની ટીમના ભારત સામેની મેચને બોયકોટ કરવાનો નિર્ણય પર ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ એક નિવેદનમાં કહ્યું કે આ નિર્ણય સંપૂર્ણપણે આશ્ચર્યજનક છે. પાકિસ્તાન ગમે તેમ કરીને શ્રીલંકામાં તેની મેચ રમી રહ્યું છે. તમે વર્લ્ડ કપ જીતવા માટે આવો છો, અને દરેક પોઈન્ટ મહત્વપૂર્ણ છે અને આ રીતે પોઈન્ટ ગુમાવવાનું પોસાય તેમ નથી. અમને પીસીબીના નિર્ણયથી આશ્ચર્ય થયું છે, પરંતુ આ તેમના બોર્ડનો નિર્ણય છે, તો આપણે શું કરી શકીએ?
ICC અને PCB વચ્ચે યોજાઈ રહી છે બેઠક
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ભારતીય ટીમ સામેની મેચને બોયકોટ કરવાના નિર્ણયને લઈને હવે ICC અને PCB વચ્ચે બેઠક ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે ICCની કડકાઈ બાદ પાકિસ્તાન પોતાનો નિર્ણય બદલી શકે છે. બંને ટીમો વચ્ચેની આ મોટી મેચ શ્રીલંકામાં રમાવવાની છે, જેના માટે શ્રીલંકન ક્રિકેટ બોર્ડે પણ PCB પર મેચ રમવા માટે દબાણ કર્યું છે, જેના કારણે PCBનો તેના નિર્ણય પર યુ-ટર્ન લગભગ નિશ્ચિત છે.
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન બંનેએ આ T20 વર્લ્ડકપમાં 1-1 મેચ રમી છે અને બંને જીતવામાં સફળ રહ્યા છે, જેમાં ભારતીય ટીમ હાલમાં ગ્રુપ Aમાં વધુ સારા નેટ રન રેટ સાથે ટોપના સ્થાને છે.
આ પણ વાંચો: Pakistanની શાન આવી ઠેકાણે, ભારત સામે રમશે મેચ! શ્રીલંકાના આગ્રહ પર PCB સરકાર સાથે કરશે વાત