ભારત T20 વર્લ્ડકપ 2026ની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. ટીમ ઈન્ડિયા મુંબઈ પહોંચી ગઈ છે, પરંતુ આ દરમિયાન ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને શિવમ દુબે ટીમનો સાથ છોડીને ચાલ્યા ગયા છે.
મુંબઈ એરપોર્ટ પરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ બસમાં ચઢી રહ્યા છે જ્યારે સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને શિવમ દુબે તેમની કારમાં જતા રહે છે. ત્રણેય ખેલાડીઓ મુંબઈમાં રહે છે, તેથી તેઓ ટીમની હોટલ છોડીને ઘરે ગયા. પરંતુ ફેન્સ ત્રણેયના જવાને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે.
સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ કેમ છોડ્યો ટીમનો સાથ?
અહીં મોટો સવાલ એ છે કે સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને શિવમ દુબે સેમીફાઈનલ મેચ પહેલા ટીમ ઈન્ડિયાનો સાથ કેમ છોડ્યો. આ ખેલાડીઓ મુંબઈમાં રહે છે, તો તેઓ ટીમ હોટલમાં કેમ રહે? BCCI પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે આવું કેમ થઈ રહ્યું છે. અહીં મુખ્ય મુદ્દો એ છે કે જો સેમીફાઈનલનું પરિણામ ટીમ ઈન્ડિયાના પક્ષમાં નહીં જાય, તો આ બધા મુદ્દાઓ સામે આવશે.
https://twitter.com/rushiii_12/status/2028523947294339362
સૂર્યકુમાર અને હાર્દિક પંડ્યાનું ફોર્મ ચિંતાનો વિષય
હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ બંનેએ વર્તમાન T20 વર્લ્ડકપમાં ટીમ માટે મેચો જીતી છે, પરંતુ છેલ્લા કેટલાક મેચોમાં તેમનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. ખાસ કરીને હાર્દિક પંડ્યા તેની બોલિંગમાં ઘણો મોંઘો સાબિત થયો છે. તેની સામે વર્તમાન T20 વર્લ્ડકપમાં સૌથી વધુ છગ્ગા ફટકારવામાં આવ્યા છે.
સૂર્યકુમાર યાદવની વાત કરીએ તો તેને યુએસએ સામે અણનમ 84 રન બનાવ્યા હતા. પરંતુ સૂર્યાએ ત્યારથી એક પણ અડધી સદી ફટકારી નથી. તેને 3 વખત 30 થી વધુ રન બનાવ્યા હતા, પરંતુ સેટ થયા પછી તેને પોતાની વિકેટ ગુમાવી દીધી છે.
આ પણ વાંચો: IND Vs WI: જસપ્રીત બુમરાહે માત્ર 3 બોલમાં પલટી ગેમ, કેપ્ટન સૂર્યાના નિર્ણયથી વેસ્ટ ઈન્ડિઝ સ્તબ્ધ