ICCમેન્સ T20 વર્લ્ડકપ 2026 ની 46મી મેચ શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે.આ સુપર-8 મેચ એક ટીમ માટે સેમિફાઇનલનો માર્ગ ખોલશે, જ્યારે બીજી ટીમ માટે લગભગ દરવાજા બંધ કરી દેશે.આ બંને ટીમો વચ્ચેની મેચ શ્રીલંકામાં IST સાંજે 7:00 વાગ્યે રમાશે. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકા અને ન્યુઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનર કોલંબોના આર. પ્રેમદાસા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે IST સાંજે 6:30 વાગ્યે ટોસ કરશે.


જાણો પિચ રિપોર્ટ

કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમની સપાટી સ્પિન બોલિંગ માટે ખૂબ સારી માનવામાં આવે છે. નવા બોલ સાથે શરૂઆતમાં બોલ બેટ પર સારી રીતે આવે છે. પરંતુ બોલ તેની ચમક ગુમાવ્યા પછી વચ્ચેની ઓવરોમાં જોરદાર સ્પિન થાય છે. આ પીચ પર પ્રથમ ઇનિંગમાં 160 રન બનાવવા એ જીતનો સ્કોર છે.

બંને ટીમ વચ્ચે હેડ ટૂ હેડ રેકોર્ડ

શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે 28 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. ન્યુઝીલેન્ડે 16 મેચ જીતી હતી, જ્યારે શ્રીલંકાએ માત્ર 6 મેચ જીતી હતી. બે મેચ ટાઈ રહી હતી, જ્યારે એક ડ્રો રહી હતી. બંને વચ્ચે છેલ્લી T20I 2025 માં રમાઈ હતી. શ્રીલંકાએ 218 રન બનાવ્યા હતા, જ્યારે ન્યુઝીલેન્ડ ફક્ત 211 રન જ બનાવી શક્યું હતું. કોલંબોમાં વરસાદની 3-4% શક્યતા છે. કોલંબોમાં હવામાન ગરમ અને વાદળછાયું રહેશે. વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે. મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેવાની ધારણા છે. 

બંને ટીમો માટે સંભવિત પ્લેઇંગ ઇલેવન

શ્રીલંકા ટીમ : પથુમ નિસાન્કા, કામિલ મિશારા, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), પવન રત્નાયકે, દાસુન શનાકા (કેપ્ટન), કામિન્દુ મેન્ડિસ, દુનિથ વેલાલેજ, દુષ્મન્થ હેમન્થ, મહિશ થીક્ષના, દુષ્મન્થ ચમીરા, દિલશાન મદુષ્મન્થા.

ન્યુઝીલેન્ડ ટીમ: ફિન એલન, ટિમ સીફર્ટ (વિકેટકીપર), રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરિલ મિશેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), જીમી નીશમ, મેટ હેનરી, ઇશ સોઢી, લોકી ફર્ગ્યુસન.

આ પણ  વાંચો - T20 World Cup 2026 : પાકિસ્તાન હજુ પણ સેમિફાઇનલમાં પહોંચશે, આ રહ્યા સમીકરણ


  • Follow us on: