T20 વર્લ્ડકપ 2026ના ચોથા દિવસે પોઈન્ટ ટેબલમાં વધુ એક ફેરફાર થયો છે. ચોથા દિવસે 3 મેચ રમાઈ હતી, જેમાં વિજેતા ટીમોએ 2-2 પોઈન્ટ મેળવ્યા હતા. આ દરમિયાન તમને ચારેય ગ્રુપના સ્ટેન્ડિંગ વિશે અપડેટ કરીશું. ઝિમ્બાબ્વે, વેસ્ટ ઈન્ડિઝ, ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન હાલમાં પોતપોતાના ગ્રુપમાં ટોપ પર છે. પરંતુ આ ટૂંક સમયમાં બદલાઈ શકે છે.
ગ્રુપ A માં 2 મેચ જીતીને પાકિસ્તાન પ્રથમ સ્થાને પહોંચ્યું
ગ્રુપ Aમાં પાકિસ્તાને અહીં ટોપનું સ્થાન મેળવ્યું છે. પાકિસ્તાને 2 મેચ રમી છે અને બંનેમાં જીત મેળવી છે, જેના કારણે તેને 4 પોઈન્ટ મળ્યા છે. ટીમ ઈન્ડિયા બીજા નંબરે છે. ભારતીય ટીમે અત્યાર સુધી ફક્ત 1 જ મેચ રમી છે, જેમાં તે જીતી છે અને તેના 2 પોઈન્ટ છે. નેધરલેન્ડ્સ આ ગ્રુપમાં ત્રીજા નંબરે છે, જેણે 2 મેચ રમી છે અને 1 જીતી છે. નામિબિયા અને યુએસએ હજુ પણ તેમની પહેલી જીતની શોધમાં છે.
ઝિમ્બાબ્વે હજુ પણ નંબર વન સ્થાન પર
જો આપણે ગ્રુપ Bની વાત કરીએ તો ઝિમ્બાબ્વે નંબર 1 પર છે. ઝિમ્બાબ્વેએ એક મેચ રમી છે અને તેમાં જીત મેળવી છે. શ્રીલંકાએ પણ 1 મેચ રમી છે અને તેમાં જીત મેળવી છે, પરંતુ ઝિમ્બાબ્વેનો નેટ રન રેટ જ તેઓ નંબર 1 પર છે. આયર્લેન્ડ અને ઓમાન હજુ સુધી પોતાનું ખાતું ખોલી શક્યા નથી. આ ગ્રુપમાં પાંચમી ટીમ ઓસ્ટ્રેલિયા છે, જે હજુ સુધી તેની પહેલી મેચ રમી નથી. ઓસ્ટ્રેલિયન ટીમ બુધવારે આયર્લેન્ડ સામે રમશે.
ગ્રુપ Cમાં વેસ્ટ ઈન્ડીઝ ટોપ પર
ગ્રુપ Cમાં વેસ્ટ ઈન્ડીઝ પહેલા નંબરે છે. વેસ્ટ ઈન્ડીઝે એક મેચ જીતી છે અને તેના 2 પોઈન્ટ છે. સ્કોટલેન્ડના પણ 2 પોઈન્ટ છે, પરંતુ તેને 2 મેચ રમવાની હતી. ઈંગ્લેન્ડે પણ એક મેચ જીતી છે અને તેના 2 પોઈન્ટ છે. ત્રણેય ટીમોના પોઈન્ટ સમાન હોવા છતાં વેસ્ટ ઈન્ડીઝ વધુ સારા નેટ રન રેટને કારણે પહેલા સ્થાને છે. નેપાળ અને ઈટાલી હજુ સુધી પોતાનું ખાતું ખોલી શક્યા નથી.
ન્યુઝીલેન્ડે 2માંથી 2 મેચ જીતીને મચાવી ધૂમ
T20 વર્લ્ડકપના ગ્રુપ Dમાં ન્યુઝીલેન્ડ આગળ છે. ન્યુઝીલેન્ડે 2 મેચ રમી છે અને બંને જીતી છે, જેના કારણે 4 પોઈન્ટ મળ્યા છે. સાઉથ આફ્રિકાએ 1 મેચ રમી છે અને 1 જીતી છે, જેના કારણે 2 પોઈન્ટ મળ્યા છે. અફઘાનિસ્તાન, યુએઈ અને કેનેડાને હજુ પણ આ ગ્રુપમાં તેમની પહેલી જીતની જરૂર છે.
આ પણ વાંચો: ICCએ ન સ્વીકારી પાકિસ્તાનની કોઈપણ શરત, આપ્યું ફાઈનલ અલ્ટીમેટમ