9 ફેબ્રુઆરીના રોજ સાઉથ આફ્રિકા અને કેનેડા વચ્ચે T20 વર્લ્ડકપ 2026ની મેચ રમાઈ હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાએ શાનદાર પ્રદર્શન કરીને કેનેડાને હરાવ્યું. પહેલા બેટિંગ કરતા સાઉથ આફ્રિકાએ જંગી સ્કોર બનાવ્યો.


ઓપનર એડન માર્કરામ, ડેવિડ મિલર અને ટ્રિસ્ટન સ્ટબ્સે શાનદાર બેટિંગ કરી, જ્યારે લુંગી એનગીડી બોલથી ધૂમ મચાવી. સાઉથ આફ્રિકા 57 રનથી જીત્યું.

સાઉથ આફ્રિકાએ મોટો સ્કોર બનાવ્યો

ઓપનર એડન માર્કરામે 32 બોલમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 59 રન બનાવ્યા. ક્વિન્ટન ડી કોકે પણ 22 બોલમાં 25 રન બનાવ્યા. રિયાન રિકલ્ટને 21 બોલમાં 33 રન બનાવ્યા. પાંચમા નંબરે બેટિંગ કરી રહેલા ડેવિડ મિલરે 23 બોલમાં 39 રન બનાવ્યા.

ટ્રિસ્ટન સ્ટબ્સે પણ 19 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 34 રન બનાવ્યા. આમ સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 213 રન બનાવ્યા. કેનેડા તરફથી અંશ પટેલે 4 ઓવરમાં 31 રન આપીને 3 વિકેટ લીધી, જ્યારે દિલપ્રીત બાજવાએ 1 વિકેટ લીધી.

કેનેડાને સાઉથ આફ્રિકાએ 57 રને હરાવ્યું

214 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કેનેડાની શરૂઆત ખરાબ રહી. ઓપનર અને કેપ્ટન દિલપ્રીત બાજવા ગોલ્ડન ડક પર આઉટ થયો, જ્યારે યુવરાજ શર્મા 8 બોલમાં માત્ર 12 રન બનાવી શક્યો. પરંતુ ત્રીજા નંબરે બેટિંગ કરી રહેલા નવનીત ધાલીવાલે શાનદાર પ્રદર્શન કર્યું અને 49 બોલમાં 64 રન બનાવ્યા.

નિકોલસ કિર્ટને 3 બોલમાં 4 રન અને શ્રેયસ મોવ્વાએ 11 બોલમાં 9 રન બનાવ્યા. કેનેડા 20 ઓવરમાં 8 વિકેટે 156 રન જ બનાવી શક્યું. સાઉથ આફ્રિકા તરફથી લુંગી એનગીડીએ શાનદાર બોલિંગ કરી. તેને 4 ઓવરમાં 31 રન આપીને 4 વિકેટ લીધી.

આ પણ વાંચો: Team Indiaના વાઈસ કેપ્ટન અક્ષર પટેલે વાનખેડેની પિચ પર ઉઠાવ્યા સવાલ! કહ્યું - "સૌ પ્રથમ..."

  • Follow us on: