T20 વર્લ્ડકપ 2026નો સૌથી મોટો અને રોમાંચક મુકાબલો 15 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ હાઇ-વોલ્ટેજ મુકાબલો કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યાં બંને ટીમો ગ્રુપ Aના મહત્વપૂર્ણ મેચમાં ટકરાશે. આ મેચનો વિજેતા સુપર 8માં પણ સ્થાન મેળવશે. આ મેચ ખાસ છે કારણ કે ભારતીય ટીમ વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા અનુભવી ખેલાડીઓ વિના પહેલીવાર ICC ઇવેન્ટમાં પાકિસ્તાનનો સામનો કરશે. હવે, સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ નવી પેઢી મેદાન પર આ હરીફાઈને આગળ ધપાવશે.બીજી તરફ પાકિસ્તાન પણ સલમાન અલી આગાની કેપ્ટનશીપ હેઠળ એક યુવા ટીમ સાથે રમશે.
આ 15 ખેલાડીઓ માટે મોટી મેચ
બંને ટીમોના કુલ 15 ખેલાડીઓ પ્રથમ વખત T20 વર્લ્ડકપ સ્ટેજ પર આ ઐતિહાસિક હરીફાઈનો ભાગ બનશે.અભિષેક શર્મા,તિલક વર્મા,સંજુ સેમસન,રિંકુ સિંહ,વોશિંગ્ટન સુંદર,ઇશાન કિશન અને કુલદીપ યાદવ ભારતના એવા ખેલાડીઓમાં સામેલ છે જેમણે ક્યારેય T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રમ્યું નથી. આ બધા યુવા અને સ્ટાર ક્રિકેટરો આ મોટી મેચમાં ડેબ્યૂનો અનુભવ કરશે.

આ ખેલાડીઓ 2020 વર્લ્ડ કપમાં પહેલીવાર પાકિસ્તાનનો સામનો કરશે.
આ મેચમાં પાકિસ્તાનના ઘણા નવા ચહેરાઓ પણ પહેલીવાર ભારતનો સામનો કરશે. સાહિબજાદા ફરહાન, સૈમ અયુબ, ખ્વાજા નાફે, સલમાન આગા, ફહીમ અશરફ, અબરાર અહેમદ, સલમાન મિર્ઝા અને ઉસ્માન તારિકનો આ યાદીમાં સમાવેશ થાય છે. નોંધનીય છે કે, પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાને પણ T20 વર્લ્ડકપમાં ભારત સામે રમવાનો કોઈ અનુભવ નથી. કેપ્ટનશીપની જવાબદારી સાથે આ પહેલી મોટી મેચ તેમના માટે વધુ દબાણ બનાવી શકે છે.
ટીમ ઇન્ડિયાનું વર્ચસ્વ
અન્ય ICC ઇવેન્ટ્સની જેમ,ભારતીય ટીમે T20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે પ્રભુત્વ મેળવ્યું છે. ભારત અને પાકિસ્તાને T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી કુલ આઠ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, ભારતીય ટીમે પાકિસ્તાનને સાત વખત હરાવ્યું છે. પાકિસ્તાન ફક્ત એક જ વાર જીત્યું છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લી વખત પણ પાકિસ્તાનને હરાવ્યું હતું.તાજેતરમાં,એશિયા કપ દરમિયાન, પાકિસ્તાનને પણ ભારત સામે સતત ત્રણ હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો - Ind vs Pak : કોહલીને પછાડી તીલક વર્મા પોતાના નામે કરી શકે છે આ રેકોર્ડ