ICC T20 વર્લ્ડકપ 2026ના અંતિમ ગ્રુપ સ્ટેજ મેચો રમાઈ રહી છે.જેમાં સુપર 8 મેચો 20 ફેબ્રુઆરીથી શરૂ થશે. ટીમ ઈન્ડિયા આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેની અંતિમ ગ્રુપ સ્ટેજ મેચ રમશે.આ મેચમાં ભારત એક એવી ટીમનો સામનો કરશે જેની સામે તેણે ઘરઆંગણે હજુ સુધી એક પણ T20I મેચ રમી નથી. વધુમાં, ટીમમાં ફક્ત ચાર ખેલાડીઓને આ ટીમ સામે રમવાનો અનુભવ છે.

ટીમ ઈન્ડિયાનો અંતિમ ગ્રુપ સ્ટેજ મેચ

ટીમ ઈન્ડિયા નેધરલેન્ડ્સ સામે તેની અંતિમ ગ્રુપ સ્ટેજ મેચ રમશે.આ બંને ટીમો માટે અંતિમ લીગ સ્ટેજ મેચ છે. ભારતે ત્રણ જીત સાથે સુપર 8 માં પોતાનું સ્થાન પહેલાથી જ સુરક્ષિત કરી લીધું છે, જ્યારે આ નેધરલેન્ડ્સ માટે સારું પ્રદર્શન કરવાની છેલ્લી તક હશે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધી ફક્ત એક જ T20I મેચ રમાઈ છે. આ મેચ 2022 T20 વર્લ્ડ કપ દરમિયાન સિડનીમાં યોજાઈ હતી, જ્યાં ટીમ ઈન્ડિયા 56 રનથી જીતી હતી.

7 ખેલાડીઓ ડેબ્યૂ કરશે

ટીમ ઈન્ડિયાની વર્તમાન ટીમમાં, ફક્ત સૂર્યકુમાર યાદવ, અર્શદીપ સિંહ, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ નેધરલેન્ડ્સ સામે T20 મેચ રમી છે. જો આ ચાર ખેલાડીઓ આ મેચનો ભાગ હોય, તો પણ ઓછામાં ઓછા સાત ખેલાડીઓ નેધરલેન્ડ્સ સામે પોતાની પહેલી T20 મેચ રમશે. મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે, જેમાં ટોસ અડધો કલાક પહેલા 6.30 વાગ્યે થશે. ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજ જીત સાથે સમાપ્ત કરવાનો પ્રયાસ કરશે.

બંને ટીમના સંભવિત 

ભારતીય ટીમ: ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, સંજુ સેમસન, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ.

નેધરલેન્ડની ટીમ: સ્કોટ એડવર્ડ્સ (wk/કેપ્ટન), માઈકલ લેવિટ, મેક્સ ઓ'ડાઉડ, બાસ ડી લીડે, કોલિન એકરમેન, જેક લિયોન-કેચેટ, રોલોફ વાન ડેર મેરવે, લોગાન



  • Follow us on: