ICC મેન્સ T20 વર્લ્ડકપ 2026ની 25મી મેચમાં વેસ્ટ ઈન્ડિઝનો નેપાળ સામે મુકાબલો થયો હતો. મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આ ગ્રુપ C મેચમાં વેસ્ટ ઈન્ડિઝે 9 વિકેટે વિજય મેળવ્યો હતો. નેપાળે વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 134 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે આ લક્ષ્ય સરળતાથી હાંસલ કરી લીધું હતું. આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝે સુપર 8માં સ્થાન મેળવ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ સુપર ૮માં પહોંચનારી પ્રથમ ટીમ બની હતી, જ્યારે નેપાળ સુપર 8ની દોડમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયું હતું.
સ્ટ ઈન્ડિઝની નેપાળ સામે જીત
બે વખતના ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝે પોતાની પહેલી મેચમાં સ્કોટલેન્ડને 35 રનથી હરાવ્યું હતું. ત્યારબાદ તેમણે ઈંગ્લેન્ડને 30રનથી હરાવ્યું હતું. બીજી તરફ, નેપાળને ઈંગ્લેન્ડ સામે 4રનથી હૃદયદ્રાવક હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ બીજી મેચમાં ઈટાલી સામે 10 વિકેટે પરાજય થયો હતો.નેપાળની ટીમ સામે રન ચેઝમાં વેસ્ટ ઈન્ડિઝ તરફથી કેપ્ટન શાઈ હોપ અને શિમરોન હેટમાયર શાનદાર બેટિંગ કરી હતી. હોપે 44 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 61 રન બનાવ્યા, જ્યારે હેટમાયરે 32 બોલમાં અણનમ 46 રન બનાવ્યા.
નેપાળની પ્રથમ બેટિંગ કેવીરહી
ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ, તેઓએ આઠ વિકેટે 133 રન બનાવ્યા. નેપાળની ટીમની શરૂઆત ખરાબ રહી, તેમણે 73 રન પર છ વિકેટ ગુમાવી દીધી. ત્યારથી, દિપેન્દ્ર સિંહ એરી અને સોમપાલ કામીએ 45 રન ઉમેર્યા, જે ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. દિપેન્દ્રએ 47 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 58રનનું યોગદાન આપ્યું. કામીએ15 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી અણનમ ૨૬ રન ઉમેર્યા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જેસન હોલ્ડરે ચાર વિકેટ લીધી. મેથ્યુ ફોર્ડ, અકીલ હુસૈન, શમર જોસેફ અને રોસ્ટન ચેઝે એક-એક વિકેટ લીધી.
આ પણ વાંચો - T20 World Cup: ટીમાં ઈન્ડિયાના આ 11 દિગ્ગજ ખેલાડીઓ આજે પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે