2026 T20 વર્લ્ડ કપ દરમિયાન ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન અચાનક  ઘરે પરત ફર્યો છે. ન્યુઝીલેન્ડ ટીમ મેનેજમેન્ટે તેની વાપસીની જાહેરાત કરી હતી. 14 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકા સામેની મેચ બાદ, લોકી ફર્ગ્યુસન ઘરે જવા રવાના થયો. ન્યુઝીલેન્ડ ટીમ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે તે તેમના પહેલા બાળકના જન્મના ખાસ પ્રસંગે તેની પત્ની એમ્મા સાથે રહેવા માંગે છે.


લોકી ફર્ગ્યુસન કેનેડા સામે રમશે નહીં

લોકી ફર્ગ્યુસનના ઘરે પાછા ફરવાનો અર્થ એ છે કે તે કેનેડા સામે ન્યુઝીલેન્ડ ટીમની અંતિમ ગ્રુપ ડી મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. ન્યુઝીલેન્ડ 17 ફેબ્રુઆરીએ ચેન્નાઈમાં કેનેડા સામે રમશે.

ફર્ગ્યુસન પોતાના પહેલા બાળકનું સ્વાગત કરવા ઘરે પરત ફર્યો 

ટીમના મુખ્ય કોચ રોબ વોલ્ટરના મતે, લોકી ફર્ગ્યુસન માટે આ ઉત્સાહથી ભરેલી ક્ષણ છે. અમને પણ આનંદ છે કે તે આ ખાસ પ્રસંગે ઘરે હશે અને તેની પત્ની એમ્મા સાથે બાળકનું સ્વાગત કરશે.

ફર્ગ્યુસન હવે સુપર 8 માટે પાછો ફરશે.

શું લોકી ફર્ગ્યુસન ઘરે પરત ફર્યા પછી ટીમમાં કોઈ રિપ્લેસમેન્ટ ઉમેરવામાં આવશે? ન્યુઝીલેન્ડના મુખ્ય કોચ રોબ વોલ્ટર્સે જણાવ્યું હતું કે, અમે ફર્ગ્યુસનના સ્થાને કોઈનું નામ નથી લઈ રહ્યા. યોજના મુજબ, તે ટુર્નામેન્ટના સુપર 8 તબક્કા સુધીમાં પાછો ફરશે."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો જરૂર પડે, તો અમારા પ્રવાસી અનામત - બેન સીઅર્સ અને કોલ મેકકોન્ચી - તૈયાર છે અને તેમને સામેલ કરી શકાય છે.

ન્યુઝીલેન્ડની ટી20 વર્લ્ડ કપ ટીમ:

મિશેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ડેરિલ મિશેલ, જેમ્સ નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, ટિમ સીફર્ટ, ઇશ સોઢી, કાયલ જેમીસન. ટ્રાવેલિંગ રિઝર્વ: બેન સીઅર્સ અને કોલ મેકકોન્ચી.

આ પણ  વાંચો- T20 World Cup 2026 points table : ભારત-પાકિસ્તાન મેચ પહેલા પોઈન્ટ ટેબલમાં થયો ફેરફાર



  • Follow us on: