ટી20 વર્લ્ડ કપના 4 ગ્રુપમાંથી માત્ર ગ્રુપ-A એવું ગ્રુપ છે કે જેની એક જ ટીમ (ભારત) સુપર-8 માટે ક્વોલિફાય થઈ છે, જ્યારે ત્રણ ટીમો રેસમાં છે, જેમાં પાકિસ્તાન, નેધરલેન્ડ અને અમેરિકાનો સમાવેશ થાય છે. આજે પાકિસ્તાન અને નામિબિયાની જ્યારે ભારત અને નેધરલેન્ડની મેચ થવાની છે. અમેરિકાએ પોતાની 4માંથી બે મેચ જીતી લીધી છે, જ્યારે સુપર-8ની રેસમાં રહેલી પાકિસ્તાન અને નેધરલેન્ડની એક-એક મેચ બાકી છે. ચાર ટીમો કેવું પ્રદર્શન કરે છે તેના પર અમેરિકાની ટીમનો આધાર રહેલો છે. એટલે કે આજે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન માટે કરો યા મરોનો મુકાબલો છે. નામિબિયા સામે અપસેટ તેમની ટુર્નામેન્ટની દોડનો અંત લાવશે. ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને સરકી ગયું છે, જે USAથી નીચે છે.
શું પાકિસ્તાન બહાર થઈ જશે
નામિબિયાની ICC T20 વર્લ્ડકપ 2026ની તેમની ચોથી અને અંતિમ ગ્રુપ A મેચમાં પાકિસ્તાનનો સામનો કરશે.કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ ખાતે બપોરે 3 વાગ્યે શરૂ થનારી આ મેચ 2009ના T20 વર્લ્ડ કપ વિજેતાઓ માટે જીતવી જ જોઈએ તેવી મેચ છે. જો ગેરહાર્ડ ઇરાસ્મસની આગેવાની હેઠળની નામિબિયા ટીમ બુધવારે કોલંબોમાં પાકિસ્તાનને હરાવે છે, તો પાકિસ્તાન ગ્રુપ સ્ટેજમાં T20 વર્લ્ડ કપ 2026 માંથી બહાર થઈ જશે.
