ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલી તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ODI સિરીઝમાં રમતા જોવા મળ્યા હતા. રોહિત અને કોહલી બંનેએ ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ હવે તેમને સાઉથ આફ્રિકા A સામેની આગામી ત્રણ મેચની ODI સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું નથી.


ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 30 નવેમ્બરથી ત્રણ મેચની ODI સિરીઝ રમાશે. આ પહેલા બંને ટીમોની A ટીમો 13 નવેમ્બરથી શરૂ થનારી ODI સિરીઝમાં રમશે.

તિલક વર્મા બન્યો કેપ્ટન

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બુધવારે સાઉથ આફ્રિકા A સામે 3 મેચની અનઓફિશિયલ ODI સિરીઝ માટે ભારત A ટીમની જાહેરાત કરી. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે રોહિત શર્મા અને વિરાટ કોહલી આ સિરીઝમાં ભારત A તરફથી રમશે. પરંતુ બંને અનુભવી ખેલાડીઓ ટીમમાં સ્થાન મળ્યું નથી. આનો અર્થ એ થયો કે રોહિત અને કોહલી આ સિરીઝમાં રમતા જોવા મળશે નહીં. પરંતુ બંને અનુભવી ખેલાડીઓ સાઉથ આફ્રિકાની સીનિયર ટીમ સામે ODI સિરીઝમાં પરત ફરવાની શક્યતા છે.


આ દરમિયાન સિરીઝમાં તિલક વર્મા ભારત A ટીમની કેપ્ટનશીપ કરશે, જ્યારે ઋતુરાજ ગાયકવાડને વાઈસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન લાંબા સમય પછી ભારતીય ટીમમાં પરત ફર્યો છે. અભિષેક શર્મા, રિયાન પરાગ, પ્રભસિમરન સિંહ અને વિપ્રજ નિગજનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બોલરોમાં હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા અને અર્શદીપ સિંહનો ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ODI ટીમ માટે ભારત A ટીમ

તિલક વર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, રિયાન પરાગ, ઈશાન કિશન (વિકેટકીપર), આયુષ બદોની, નિશાંત સિંધુ, વિપરાજ નિગમ, માનવ સુથાર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રૃષ્ણા, ખલીલ અહેમદ, પ્રભાસિમરન સિંહ (વિકેટકીપર).

ભારત-સાઉથ આફ્રિકાની અનઓફિશિયલ વનડે સિરીઝનું શેડ્યુલ

પહેલી વનડે – 13 નવેમ્બર, 2025, રાજકોટ

બીજી વનડે – 16 નવેમ્બર, 2025, રાજકોટ

ત્રીજી વનડે – 19 નવેમ્બર, 2025, રાજકોટ

  • Follow us on: