T20 વર્લ્ડકપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આગામી મેગા ટુર્નામેન્ટમાં સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે. T20 વર્લ્ડકપના ઈતિહાસમાં અત્યાર સુધી ફક્ત 3 ખેલાડીઓને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરવાની તક મળી છે: એમએસ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્મા.


સૂર્યકુમાર આ લિસ્ટમાં જોડાવનાર ચોથો ખેલાડી બનશે. આનાથી સૂર્યકુમારના ખભા પર એક મહત્વપૂર્ણ જવાબદારી આવશે, કારણ કે ટીમ ઈન્ડિયા ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ભારત, વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ સહિત માત્ર ત્રણ ટીમોએ 2 વાર T20 વર્લ્ડકપ જીત્યો છે.

ભારતીય ટીમે અત્યાર સુધી ટુર્નામેન્ટમાં સૌથી વધુ મેચ જીતી

અત્યાર સુધીમાં T20 વર્લ્ડકપની 9 સિઝન રમાઈ ચૂકી છે, જેમાં આગામી ટુર્નામેન્ટ 10મી છે. T20 વર્લ્ડકપના ઈતિહાસમાં કુલ 24 ટીમોએ ભાગ લીધો છે અને હાલમાં ભારતીય ટીમ સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ ધરાવે છે. ટીમ ઈન્ડિયાએ 2007થી 2024 સુધી T20 વર્લ્ડકપના તમામ સિઝનમાં ભાગ લીધો છે અને કુલ 52 મેચ રમી છે, જેમાંથી 36 જીતી છે અને 15 હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ રદ્દ પણ કરવામાં આવી છે.

2012માં ટીમ ઈન્ડિયા સુપર 8 સ્ટેજથી આગળ વધવામાં નિષ્ફળ ગઈ

ICC T20 વર્લ્ડકપની 9 સિઝનમાં ભારતીય ટીમના પ્રદર્શન પર નજર કરીએ તો તેમને 2007માં ટ્રોફી જીતી હતી. ત્યારબાદ 2009ના T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની સફર સુપર 8 સ્ટેજમાં સમાપ્ત થઈ. 2012માં ટીમ ઈન્ડિયા સુપર 8 સ્ટેજથી આગળ વધવામાં નિષ્ફળ ગઈ. 2014ના T20 વર્લ્ડકપમાં ભારત ફાઈનલમાં પહોંચ્યું, પરંતુ શ્રીલંકા સામે હારી ગયું.

2016ના T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા સેમાફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે હારી ગઈ. 2021માં ટીમ ઈન્ડિયા સુપર 12 સ્ટેજમાં બહાર થઈ ગઈ. 2022ના T20 વર્લ્ડકપમાં ભારતની સફર ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલ હાર સાથે સમાપ્ત થઈ. આ પછી 2024માં ટીમ ઈન્ડિયાએ બીજી વખત ટ્રોફી જીતી.

આ પણ વાંચો: BBLમાં યુવા ખેલાડીએ 5 વિકેટ લઈને મચાવી ધૂમ, SRHએ IPL ઓક્શનમાં ખર્ચ્યા કરોડો રૂપિયા


  • Follow us on: