ભારતીય મહિલા ટીમની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ વર્ષ 2025ની ODI બેટિંગ સીઝન શાનદાર રહી છે. સપ્ટેમ્બરમાં સ્મૃતિ મંધાનાના શાનદાર પ્રદર્શન બાદ તેને ICC પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી. સ્મૃતિ મંધાનાએ હવે આ ખાસ એવોર્ડ જીત્યો છે, જેની જાહેરાત ICC દ્વારા જ કરવામાં આવી.


સ્મૃતિ મંધાનાએ સપ્ટેમ્બર મહિનામાં કુલ 308 રન બનાવ્યા

સપ્ટેમ્બર 2025માં સ્મૃતિ મંધાનાના બેટિંગ પ્રદર્શનની વાત કરીએ તો તેણે કુલ 4 મેચ રમી જેમાં તેણીએ 77 ની એવરેજ સાથે 308 રન બનાવ્યા. સ્મૃતિ મંધાનાએ 2 સદી અને 1 અડધી સદી પણ ફટકારી. આ દરમિયાન સ્મૃતિ મંધાનાનો સ્ટ્રાઇક રેટ 135.68 હતો. સ્મૃતિ મંધાનાને તેના ઉત્તમ પ્રદર્શનને કારણે ICC દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

સ્મૃતિ મંધાનાએ તેના કરિયરમાં બીજી વખત આ એવોર્ડ જીત્યો છે. આ પહેલા વર્ષ 2024માં સ્મૃતિ મંધાનાએ ICC પ્લેયર ઓફ ધ મન્થનો એવોર્ડ જીત્યો હતો.


સિદ્રા અમીન અને તાઝમીન બ્રિટ્સને હરાવ્યા

સ્મૃતિ મંધાના સિવાય સપ્ટેમ્બર 2025ના મહિના માટે ICC મહિલા ખેલાડી ઓફ ધ મન્થ માટેના નોમિનેશનમાં સિદ્રા અમીન અને સાઉથ આફ્રિકાની તાજમીન બ્રિટ્સના નામ પણ સામેલ હતા, જેમાં સ્મૃતિ મંધાનાએ આ બંને ખેલાડીઓને હરાવીને આ એવોર્ડ જીત્યો હતો.

આ ખિતાબ જીત્યા બાદ પોતાની ખુશી વ્યક્ત કરતા સ્મૃતિ મંધાનાએ કહ્યું કે હું આ એવોર્ડ જીતીને ખૂબ જ ખુશ છું અને જ્યારે કોઈ ખેલાડીને આ રીતે પ્રોત્સાહિત કરવામાં આવે છે, ત્યારે તે ભવિષ્યમાં વધુ સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરે છે. સ્મૃતિ મંધાના હાલમાં મહિલા ODI ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ સદીઓ રમવાના સંદર્ભમાં સંયુક્ત બીજા સ્થાને છે, જેમાં ફક્ત ઓસ્ટ્રેલિયા મહિલા ટીમની દિગ્ગજ ખેલાડી મેગ લેનિંગ તેનાથી આગળ છે.


  • Follow us on: